Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સાંજે દાંડિયા રાસ-સત્કાર સમારંભઃ
જામનગર તા. ૩૧: શ્રી ભૂદેવ કર્મકાંડી સમિતિ-જામનગર દ્વારા ઉપનયન સંસ્કાર તથા પારિવારિક બ્રહ્મ ભોજનનું આયોજન દયાશંકર બ્રહ્મપુરી વાડી, કાશી વિશ્વનાથ રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં તા. ૩૧/પ ના સાંજે ૪ વાગ્યે ગણપતિ સ્થાપના અને મંડપ મુહૂર્ત, પ-૩૦ વાગ્યે ગૃહશાંતિ, ૭ વાગ્યે દાંડિયારાસ, રાત્રે ૮ વાગ્યે મુખ્ય અતિથિઓનું આગમન અને સત્કાર સમારંભ, રાત્રે ૯ વાગ્યે કર્મકાંડી બ્રાહ્મણોનું પારિવારિક ભોજન, તા. ૧/૬ ના સવારે ૭ વાગ્યે ઉપનયન સંસ્કાર, ૧૧ વાગ્યે કાશિયાત્રા, બપોરે ૧ર-૩૦ વાગ્યે બટુકોના આવનાર મહેમાનો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.
આચાર્ય પદે શાસ્ત્રી ભરતભાઈ જોષી બિરાજીને બટુકોને ઉપનયન ધારણ કરાવશે. કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી ભાસ્કરભાઈ જોષી કરશે. આ તકે રાજકીય અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ શાસ્ત્રી કપિલભાઈ પંડ્યા અને શાસ્ત્રી ભાવેશભાઈ જાની દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial