Advertisement
Author: નોબત સમાચાર

રંગીલા (બાલાજી) હનુમાનજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે ભાગવત કથા યોજાશે

દિગ્વિજયગ્રામ, સિક્કામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: દિગ્વિજયગ્રામ સિક્કામાં બિરાજમાન રંગીલા (બાલાજી) હનુમાનજી મંદિરના ૭૦મા પાટોત્સવ નિમિત્તે તા. ૧-૬-૨૫ થી તા. ૭-૬-૨૫સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

કથાના આચાર્યપદે શાસ્ત્રી હાર્દિકભાઈ ભટ્ટ બિરાજી કથાનું રસપાન કરાવશે. આવતીકાલે તા. ૧-૬-૨૫ના બપોરે ૩ વાગ્યે કાલ હસ્થિશ્વર મહાદેમ મંદિરેથી પોથીયાત્રા નીકળશે. કથા શ્રવણનો સમય દરરોજ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધીનો રહેશે. તા. ૮-૬-૨૫ના દિને દશાંશ યજ્ઞ તથા ૧૧કુંડી હનુમંત મહાયજ્ઞ યોજાશે. સવારે ૯ વાગ્યે અભિષેક તથા ધ્વજારોહણ, ૯:૧૫ કલાકે યજ્ઞનો આરંભ, બપોરે ૧૨:૧૫ વાગ્યે પૂર્ણાહુતિ સાંજે ૭ વાગ્યે આરતી દર્શન તથા પ્રસાદ અને રાત્રે ૮ વાગ્યે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh