Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન શીલ્ડની જાહેરાતથી પાકિસ્તાનમાં ફફડાટ

ભારતે પાકિસ્તાનના સરહદી રાજ્યોમાં મોકડ્રીલ જાહેર કરતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩૧: ઓપરેશન શીલ્ડથી પાકિસ્તાન ફફડી ઉઠયું છે. પાક. સરહદને અડીને આવેલા રાજ્યોમાં આજે ભવ્ય મોકડ્રીલ યોજાવાની છે. રાત્રે ૮ વાગ્યે બ્લેકઆઉટનો પ્રયોગ થવાનો છે. જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધી સજ્જતાની ચકાસણી થશે. હવાઈ અને ડ્રોન હુમલાઓ સામે નાગરિક સુરક્ષાનો અભ્યાસ થશે. આ કારણે પાકિસ્તાન ચિંતામાં મુકાયુ છે.

પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ભારતીય રાજ્યોમાં આજે 'ઓપરેશન શીલ્ડ' હેઠળ એક વ્યાપક નાગરિક સુરક્ષા અભ્યાસ (મોકડ્રીલ) હાથ ધરવામાં આવશે. આ મોકડ્રીલ જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા જેવા સંવેદનશીલ રાજ્યોમાં યોજાશે, જેનો મુખ્ય હેતુ સરહદ પારથી સંભવિત ખતરાઓ, ખાસ કરીને ગોળીબાર, હવાઈ હુમલાઓ અને ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટેની તૈયારીઓ ચકાસવાનો છે.

આ અભ્યાસથી પાકિસ્તાન પણ સફાળું જાગી ગયું છે અને તેની ચિંતામાં વધારો થયો હોવાના અહેવાલો છે. આ પહેલા મોકડ્રીલની જાહેરાત પછી થયેલી ત્વરીત ભારતીય હુમલાને યાદ કરીને પાકિસ્તાન ફફડી રહ્યું છે.

આ મોકડ્રીલના ભાગરૂપે આજે રાત્રે ૮ વાગ્યે 'બ્લેકઆઉટ'નો પ્રયોગ પણ કરવામાં આવશે, જે ૧૫ મિનિટ સુધી ચાલશે. રાત્રે ૮ વાગ્યે વીજળી બંધ કરવામાં આવશે અને સાયરન વાગશે, જે યુદ્ધ જેવી પરિસ્થિતિનું અનુકરણ કરશે. આ રાજ્યોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ મોકડ્રીલ માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. પાકિસ્તાનના સરહદી 'ઓપરેશન શીલ્ડ' હેઠળ હવાઈ હુમલાઓ અને ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટેની તૈયારીઓ ચકાસવામાં આવશે. તમામ જિલ્લાઓમાં સાંજે ૫ થી રાત્રે ૯ વાગ્યા સુધી નાગરિક સુરક્ષા અભ્યાસ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh