Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના સાની ડેમના કામમાં ભ્રષ્ટાચાર...!
ભાટિયા તા. ૩૧: કલ્યાણપુર તાલુકાનો સાની ડેમ ઘણાં વર્ષોથી ક્ષતિગ્રસ્ત થયો હોવાથી ડેમમાં પાણી ભરાતું નથી અને પ્રજાને કોઈ લાભ મળતો નથી. આ ડેમના કામમાં જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અન્ય અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતના કારણે તેમજ ભ્રષ્ટાચારને કારણે પ્રજાના નાણાનો બેફામ વેડફાટ થયો છે. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુક્સાન થયું છે. રાજકોટના મહનરલાલ કોટકે ગુજરાતના રાજ્યપાલને વિસ્તુત વિગતો સાથે આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સાની ડેમનું કામ સૌ પ્રથમ રૂ. ૧૯.૦૪ કરોડનું વર્ક ઓર્ડર આપવામાં આવેલ અને તેની સમયમર્યાદા ર૪ માસની રાખવામાં આવેલ. આ કામમાં ડિઝાઈન મુજબ ડેમના બન્ને કાંઠાનું બાંધકામ મજબૂત હોવાથી તેને હયાત રાખીને ફક્ત વચ્ચેના ભાગમાં કામગીરી કરવાની થતી હતી. જે સંપૂર્ણ ડિઝાઈન થયા પછી ટેન્ડરમાં બ્રેકર મારફતે આરસીસી અને ફાઉન્ડેશન રોક તોડવાનું નક્કી થયેલ અને તે મુજબ ટેન્ડરમાં જોગવાઈ રાખેલ હતી. આ કામના કોન્ટ્રાક્ટરને તેઓ દ્વારા ભરેલ ભાવ મંજુર થયા પછી પોષણક્ષમ નહીં જણાતા ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કામમાંથી કોઈ પણ જાતની પેનલ્ટી વગર સલામત રીતે બહાર નીકળી જવા સેટીંગ કરેલ. આથી તત્કાલિન એક ચીફ ઈજનેરના ઈશારે પાયામાં રોક બ્રેકરથી તુટી શકે નહીં તેવા ખોટા કારણો ઊભા કરી સમગ્ર ડેમને તોડી ફરી કરવાનો થાય તેવો ખોટો નિર્ણય લઈ કોન્ટ્રાક્ટર પાસેથી મોટા નાણા લઈ તેમને કામમાંથી મુક્ત કરેલ છે. જેને લીધે આ કામના રીટેન્ડર અગાઉ કરતા ડબલ ભાવે કરવાના થયેલ છે. જે સરકારશ્રીને સમય અને આર્થિક નુક્સાન કરાવેલ છે.
રીટેન્ડર રૂ. ૩૧.૧૯ કરોડનું બીજા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલ છે. જે એજન્સી અન્ય કામોમાં બ્લેકલીસ્ટ થયેલ હતાં, છતાં નાણા લઈ બ્લેક લિસ્ટેડ એજન્સીનું તે કામ મંજુર કરેલ છે.
ઉપર જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર તરફી ખોટા નિર્ણય લઈ સરકારશ્રીને આર્થિક નુક્સાન કરાવનાર તમામ જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરી આર્થિક નુક્સાનની વસૂલાત કરવા આ ફરિયાદ છે.
આ તમામ વિગત મુજબ એક ઉચ્ચ અધિકારીની નીતિ અને રીતિ ઈજારદારની ખોટી રીતે તરફેણ કરનાર છે. તેઓની ભ્રષ્ટ નીતિને લીધે સાની ડેમ વર્ષો થવા છતાં પૂર્ણ થયેલ નથી, અને પ્રજાને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળતો નથી.
એક અધિકારી તેમની કચેરીઓમાં બીનઅનુભવી ફેશ ઈજનેરોને બેસાડી પોતાનું ધાર્યું ફાઈલ પર તેઓ પાસે લખાવી સરકારને નુક્સાન કરતા હોય તેવા નિયમો વિરૂદ્ધના નિર્ણયો થઈ રહ્યા છે. જેની તપાસ થવા વિનંતી છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેઓ દ્વારા મંજુર કરેલ સમયમર્યાદા અને એક્સેસ, એક્સ્ટ્રાના કરોડો રૂપિયાના બીલોની તપાસ કરશો તો આ હકીકત સત્ય સાબિત થશે.
આ અધિકારીએ ભ્રષ્ટાચારના નાણાથી અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં વિશાળ બંગલાઓ ધરાવે છે જે તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ હોવાનું માલુમ પડી આવશે. જેની ખાસ તપાસ થવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial