Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ફલ્યુએન્ઝર તરીકે કામ કરતા હતાઃ
ખંભાળિયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓનલાઈન ગેમીંગના પ્રમોશન માટે કામ કરતા ચાર ઈન્ફલ્યુએન્ઝરની સાયબર ક્રાઈમ પોલીસે અટકાયત કરી લીધી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કેટલાક આસામીઓએ ઓનલાઈન ગેમીંગ માટે પ્રેરણા તત્ત્વો અંગે સાયબર ક્રાઈમ પોલીસને વિગતો પ્રાપ્ત થતાં ઈન્ચાર્જ પીઆઈ બી.જે. સરવૈયા તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન ઈન્ફલ્યુએન્ઝર તરીકે કામ કરતા ચાર શખ્સના નામ ઉપસી આવ્યા હતા. આ શખ્સો જુદી જુદી ત્રણ સાઈટ માટે ઓનલાઈન ગેમીંગનું પ્રમોશન કરતા હતા. પોલીસે કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના ભરત અરજણભાઈ લગારીયા, ગાગા ગામના સુમાત મશરીભાઈ ચાવડા, પટેલકા ગામના કેશુર લખુભાઈ ભાટીયા તથા ભાણવડ તાલુકાના ઘુમલી ગામના દીપક લખમણભાઈ સાથલપરા નામના ચાર શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial