Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી સંબંધિત તાલુકા મામલતદારો આપી શકશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અન્વયે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૧: ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી સંબંધિત તાલુકાના મામલતદારોને અધિકારો સોંપાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી સિવાયના સમયગાળામાં જાહેર સ્થળો તથા જાહેર મનોરંજનની જગ્યામાં લાઉડ સ્પીકર વગાડવા માટે પરવાનગી આપવાના અધિકારો ઉક્ત સંદર્ભિત હુકમથી સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને આપવામાં આવેલ છે. આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૨૮-૦૫-૨૦૨૫ના  કરવામાં આવેલી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેથી ઉક્ત ચૂંટણી દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારીને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી લાઉડ સ્પીકર વગાડવા અંગેના નિયમો હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નીચેના અધિકારીઓને આપવામાં આવે છે.

જેમાં ખંભાળિયા તાલુકા વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ખંભાળિયા, ભાણવડ તાલુકો વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ભાણવડ, કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, દ્વારકાને અધિકારો સોંપવામાં આવે છે.

લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાજ્ય ચૂંટણી આયોગની વખતો વખતની સૂચના, આદેશ અને નિયત થયેલા આચારસંહિતા લક્ષમાં લઈ આપવાની રહેશે. ચૂંટણીલક્ષી અપાયેલ પરવાનગી નકલ અત્રેની તથા સંબંધકર્તા ચૂંટણી અધિકારી તથા સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh