Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાંઘાઈના હલકી ગુણવત્તાવાળા સ્ટીલ પર આધાર નહીં રાખીયેઃ ટ્રમ્પ
વોશિંગ્ટન તા. ૩૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ટેરિફ બોમ્બ ફોડ્યો છે, અને અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર હવે પ૦ ટકા ટેરિફનું એલાન કર્યું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક બોમ્બ ફોડતા વિદેશમાંથી આયાત થતા સ્ટીલ ઉપર ટેરિફ બમણો કરવાની જાહેરાત કરી દીધી. હાલમાં સ્ટીલની આયાત પર ટેરિફ દર ર, ટકા છે જે હવે વધારીને પ૦ ટકા કરવામાં આવ્યો છે.
કેમ ટેરિફ વધાર્યો?
તેમણે કહ્યું કે, આ ટેરિફનો હેતુ અમેરિકાના સ્ટીલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. પેન્સિલવેનિયામાં યુએસ સ્ટીલના મોન વેલી વર્ક્સ-ઈર્વિન પ્લાન્ટમાં સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેરિફ વધારો સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને સુરક્ષિત કરશે અને અમેરિકામાં ઉત્પાદનને મજબૂત બનાવશે.
અહેવાલ મુજબ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું, 'અમે સ્ટીલ આયાત પર ટેરિફ રપ ટકા વધારવા જઈ રહ્યા છીએ. અમે અમેરિકામાં સ્ટીલ પર ટેરિફ રપ ટકાથી પ૦ ટકા સુધી લાવવા જઈ રહ્યા છીએ, જેથી અમારા દેશમાં સ્ટીલ ઉદ્યોગ વધુ સુરક્ષિત બનશે.' ચીન પર કટાક્ષ કરતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાનું ભવિષ્ય 'શાંઘાઈના હલકી ગુણવત્તાવાળા સ્ટીલ' પર આધાર રાખવાને બદલે 'પિટ્સબર્ગની તાકાત અને ગૌરવ'થી નિર્માણ કરવા પર આધારિત હોવું જોઈએ.
સ્ટીલ ટેરિફમાં વધારો કરવાથી મુખ્ય ઉદ્યોગોને અસર થશે
જો પ્રસ્તાવિત ટેરિફ વધારો લાગુ કરવામાં આવશે તો તે સ્ટીલ પર ભારે નિર્ભર ઉદ્યોગોના ખર્ચમાં વધારો કરી શકે છે, જેમાં હાઉસીંગ, ઓટોમોટિવ અને બાંધકામ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ દ્વારા મજબૂત વેપાર સંરક્ષણ માટે સતત હાકલ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. સરકારી ડેટા અનુસાર ર૦૧૮ માં સ્ટીલ પર પહેલી વાર ટેરિફ લાદવામાં આવ્યા ત્યારથી અમેરિકામાં સ્ટીલ ઉત્પાદનોના ભાવમાં લગભગ ૧૬ ટકાનો વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial