Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ કોર્પોરેટર સહિત ૨૦ સામે નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૪: જામનગર મહાનગરપાલિકામાં ૧૩ વર્ષ પહેલાં સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં જે તે વખતના કોંગ્રેસી કોર્પોરેટરોએ ધમાલ મચાવી તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાવતે તમામ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર મહાનગર પાલિકામાં ગઈ તા.૩-૩-૧૧ ના દિને સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાસક તથા વિરોધપક્ષના સભ્યો ઉપસ્થિત હતા. આ વેળાએ ભાજપના પ્રમુખ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ન હોવાના કારણે કોંગ્રેસ પક્ષના નગરસેવકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
આ વેળાએ ભારે દેકારા વચ્ચે ધક્કામૂક્કી થતાં ભાંગફોડ થઈ હતી અને કાચ ફૂટી ગયા હતા. વિરોધ પ્રદર્શનમાં જે તે વખતના કોંગ્રેસના નગરસેવક કેશુભાઈ માડમ, જગદીશ તેજાભાઈ, કાસમ જોખીયા, કિશનભાઈ માડમ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ક્રિષ્નાબેન દવે, મરીયમબેન સુમરા, અબ્દુલ સમા, પ્રવીણભાઈ માડમ, આકાશ બારડ, અલ્તાફ ખફી, દેવશીભાઈ બળીયાવદરા, નિર્મળાબેન કામોઠી, અબ્દુલ કરીમ ચાકી, સહારાબેન મકવાણા, મેઘજીભાઈ મકવાણા, અસ્લમ ખીલજી, અતુલ ભંડેરી, વિરોધ પક્ષના નેતા હંસાબેનના પતિ ગોવિંદ રાઠોડ જોડાયા હતા.
આ ઘટનાની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે કુલ ૧૯ કોર્પોરેટર સામે જાહેર મિલકતને નુકસાન કરવા અંગે અને આઈપીસી ૧૪૩, ૧૪૭ હેઠળ ગુન્હો નોંધી ૧૮ કોર્પોરેટર તેમજ ગોવિંદ રાઠોડ, હઠીસિંહ ભવાનસિંહ જાડેજા સહિત ૨૦ની ધરપકડ કરી હતી. તે કેસ વર્ષાે સુધી ચાલ્યો તે દરમિયાન અબ્દુલ ચાકી, દેવશીભાઈ બળીયાવદરાના અવસાન થયા હતા અને અતુલ ભંડેરી, કેશુભાઈ માડમ, કિશનભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ, આકાશ બારડ ભાજપમાં જોડાયા હતા.
ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે રાજકીય પાર્ટીનો હોદ્દો ધારણ કરવાથી તે વ્યક્તિ મહાનગર પાલિકામાં પ્રતિનિધિ ન બની શકે અને તે કિસ્સામાં કોર્પોરેટરોનો વિરોધ યોગ્ય હતો. જ્યારે જાહેર મિલકતને નુકસાન થયાનું પુરવાર થઈ શક્યું નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ડો. વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જશુ એમ. નંદાણીયા, પી.એન. રાડીયા, વી.એસ. ખીમાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial