Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ર૪: ભાણવડ પાલિકા વિસ્તારમાં પાલિકા વહીવટદાર, મામલતદાર તથા પાલિકા ચીફ ઓફિસર રાહુલભાઈ કરમૂર દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા સુધારવા માટે પ્રયાસો સફળ થયા છે. અગાઉ ચોમાસા પહેલા પાંચ-સાત દિવસે એક વખત પાણી આવતું હતું તે હવે દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે.
ચીફ ઓફિસર રાહુલભાઈ કરમૂરે જણાવેલ કે, ભાણવડ શહેરને પીવાના પાણી માટેના સ્ત્રોતો રાણસર તળાવ, સતસાગર ડેમ પાણીથી ભરપૂર થઈ ગયા હોય, ત્યાંથી નિયમિત પાણી મળી રહેતું હોય, ત્રણ દિવસે પાણી વિતરણ નીયમતિ કરાઈ રહ્યું છે. જરૂર પડ્યે નર્મદાનું પાણી પણ લઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.
ભાણવડ પાલિકા વિસ્તારમાં વર્ષો જુની પાણીની વિતરણ વ્યવસ્થાની લાઈનો છે, જેથી તકલીફ થાય છે. આ માટે નલસે નલની ૧૧ કરોડની યોજના મૂકાઈ હતી, પણ રાજય સરકારમાંથી માત્ર ચાર કરોડની યોજના જ મંજૂર થતા જુની લાઈન બદલવાનો પ્રશ્ન પડતર રહ્યો છે. જુની લાઈનો બદલાય તે પછી જ ભાણવડ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સમયસર - વ્યવસ્થિત થાય તેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial