Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ખીજડા મંદિરેથી જન્માષ્ટમી પર્વે નીકળનારી
જામનગર તા. ૨૪: આ વર્ષે રપ જેટલા ફલોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઈ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જામનગરમા છેલ્લા દોઢ મહિનાથી જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે તમામ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
જામનગરમાં ૧૮મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા અનુસંધાને પૂજય કૃષ્ણમણીજી મહારાજે ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની ભાવપૂર્વક આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આહવાન કર્યું છે અને સમયસર લોકોએ પણ શોભાયાત્રા પ્રારંભે જોડાઈ અને સમયનો પણ ખાસ ધ્યાન રાખવા ભાર મૂક્યો હતો. ઉપરાંત ગાગીયા એન્ડ સન્સના ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ)ના સહયોગથી ૧૦,૦૦૦ થી વધુ સ્ટીકરો પણ સૌ પ્રથમ વખત લગાવી બહોળો પ્રચાર પ્રસાર પણ થયો છે. જેને લઈને ખુશી વ્યકત કરી સૌ દાતા અને લોકોને પણ ધન્યવાદ ાાઠવ્યા હતાં.
જામનગરમાં ૧૭ વર્ષથી નીકળી રહેલી શોભાયાત્રા આ વર્ષે ૧૮મા વર્ષમાં પ્રવેશી છે જેના માટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કોર સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઈ પિઠીયા, કિશનભાઈ વસરા સહિતના અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સંકલન કરી આ વર્ષે નીકળનારી શોભાયાત્રા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અને નક્કી થયા મુજબ ર૬ ઓગષ્ટ, ર૦ર૪ના સોમવારે સવારે ૮-૩૦ કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવશે. અને ખીજડા મંદિરથી શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રા રપ જેટલા વિવિધ ધાર્મિક ફલોટ્સ સાથે જામનગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.
આ સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી પ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી, વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-નાઘેડી, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, એમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી, યોગેશ્વર મહિલા મંડળ, ગાંધીનગર, શ્રી માં દર્શન ગૌશાળા, આહિર સમાજ, ઋષિરાજ એન્ટરપ્રાઈઝ (પ્રદીપસિંહ વાળા) સહિતની સંસ્થાઓ- પ્રતિનિધિઓ ધાર્મિક ફલોટસો સાથે શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે. આ શોભાયાત્રા પૂર્વે ખાસ વધુ પ્રચાર થાય તે માટે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો છે.
'નોબત' ની મુલાકાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિ કોર કમિટિના અગ્રણીઓ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ કોર કમિટિના કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠીયા, કિશનભાઈ વસરા, હરીશભાઈ રાજપરા, મેહુલભાઈ લવા સહિતના અગ્રણીઓએ આજે 'નોબત'ની મુલાકાત લીધી હતી અને 'નોબત' પરિવારના દર્શકભાઈ માધવાણી સાથે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન અંગે માહિતિસભર ચર્ચા કરી હતી. તે વેળાની તસ્વીર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial