Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂપિયા ૧૩૦.૬પ કરોડની ખર્ચ દરખાસ્તો બહાલ

ભૂગર્ભ ગટર, પાણી પુરવઠો, સ્ટ્રીટલાઈટ, કચરા વર્ગિકરણના ખર્ચાઓને મંજુરી

જામનગર તા. ર૪: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં રૃા. ૧૩૦ કરોડ ૬પ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે.

સ્પે. આસી. ગ્રાન્ટ અન્વયે પાર્ટ-૧ અને પાર્ટ-૬ માં જ કમિશનરે સૂચવેલ કામ માટે રૃા. ૧ર૧ કરોડના કામો કરવા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે, જ્યારે ગુલાબનગરમાં કચરાના ઢગલામાં કચરાના વર્ગિકરણ માટે રૃા. ૬૩૭ લાખના ખર્ચને બહાલી અપાઈ છે.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ૧૦ સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

વોર્ડ નં. ૧૦ અને ૧ર મા સુભાષ બ્રીજથી નવનાલા બ્રીજના સેન્ટર ભાગમાં ડબલ્યુ ટાઈપ મેટલ બીમ ક્રેશ વેરીયર ફીટ કરવા માટેની દરખાસ્તને રી-ટેન્ડર કરવા નિર્ણય લવાયો હતો.

ઈસ્કોન મંદિર સામેથી સેલ્ટર હોમ સુધી સીસી રોડ માટે રૃા. ૧૦ લાખ મંજુર, ટાઉનશીપ ગેઈટની શાલીગ્રામ હોસ્પિટલ છેડા સુધી સીસી રોડ માટે રૃા. ૧૦.૯૦ લાખ, વોર્ડ નં. ૯, ૧૩, ૧૪ મા વોટર વર્કસ દ્વારા થયેલા ટ્રેન્થમાં સીસી ચરેડાના કામ માટે રૃા. ૧૮.૪૦ લાખ, વોર્ડ નં. ૧પ મા ખાનગી સોસાયટી, ગુજ. હાઉસીંગ બોર્ડની વસાહતો વગેરેના લોકભાગીદારીથી માળખાકીય સુવિધા અન્વયે સીસી રોડ/બ્લોકના કામ રૃા. ર૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર મા ગટર વર્કસના કામ માટે રૃા. ૭.પ૦ લાખ, વોર્ડ નં. ૧પ મા ન્યુ નવાનગર સોસા.માં સીસી રોડ, નિલકંઠ પાર્ક આવાસથી મયુર ટાઉનશીપ છેલ્લી શેરી સુધી સીસી રોડ માટે રૃા. ૮.ર૦ લાખ, વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર મા બિલ્ડીંગ વર્કસના કામ અંગે રૃા. પાંચ લાખનો ખર્ચ મંજુર રખાયો હતો.

સ્પેશિયલ આસી. ગ્રાન્ટ પાર્ટ-૧ અને પાર્ટ-૬ અંતર્ગત કામો સૂચવવા અંગેની દરખાસ્ત સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. રૃા. ૧ર૧ કરોડના આ કામો માટે ગુજ. મ્યુનિ. ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવશે

વોટર વર્કસ શાખા હસ્તકના કામોમાં રણજીત સાગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર વર્કસ પાઈપલાઈન નેટવર્ક તથા નવી આરસીસી/બ્રેક મશીનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટે રૃા. ૧૩ લાખ ૬ર હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

સમર્પણ ઝોન વિસ્તારમાં આરસીસી બ્રેક મશીનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટે વધારાનું રૃા. ૧૪.૮૯ લાખનો ખર્ચ મંજુર થયો છે, જ્યારે જામનું ડેરૂ વિસ્તારમાં આ કામ માટે વાર્ષિક રૃા. ૧ર.૧ર લાખનો ખર્ચ મંજુર કરાયો હતો, જ્યારે ગોકુલનગર ઝોન વિસ્તારમાં પાઈપલાઈન, બ્રીક મશીનરી વાલ્વ ચેમ્બર માટે વધારાનું રૃા. ૧૩.૮૯ લાખનો ખર્ચ મંજુર થયા છે તથા રવિ ઝોન વિસ્તારમાં આ જ કામ માટે વાર્ષિક રૃા. ૮.૩૭ લાખનો ખર્ચ મંજુર કરાયા છે. તો પવનચક્કી ઝોન વિસ્તારમાં આ કામ માટે વધારાનું રૃા. ૧પ.૧૯ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.

શહેરના પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા માટે ઈલેક્ટ્રો મેકિનિકલ વર્કસ ઓફ પમ્પીંગ મશીનરી તેમજ ઈક્વીપમેન્ટ એન્ડ સિવિલ વર્ક ઓફ સૂયેઝ પમ્પીંગ સ્ટેશન તથા ર૪ કલાક પમ્પીંગ ઓફ સુએઝના કામ અન્વયે ઓપરેશન, મેન્ટનન્સ, રીપેરીંગના કામનો ૧ર માસનો રૃા. ૧ કરોડ ૩૪ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો જેમાં ગાંધીનગર, નવાગામ ઘેડ, કાલાવડ નાકા, વ્હોરા હજીરા અને ગોકુલનગરનો સમાવેશ થાય છે.

સીવીર કલેક્શન પાઈપલાઈન નેટવર્ક વોર્ડ નં. (૮, ૧૪ અને ૧૭) ના કામ માટે રૃા. ૧૯.ર૮ લાખ, સંત રોહિદાસ સ્મશાનમાં નવી સ્ટ્રીટ લાઈટ અને પોલ માટે રૃા. ૧ લાખ ૧ર હજારનો ખર્ચ, લાઈટ શાખાના એન્જિ. સ્ટાફ માટે ૩ વર્ષ વાહન ભાડે રાખવા માટે વાર્ષિક રૃા. ૪.૬૬ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. એમ્યુઝમેન્ટ પાર્કના ત્રણ વર્ષના રખરખાવ માટે રૃા. ૧૦ લાખ ૬૪ હજારનું ખર્ચ, લોકભાગીદારીથી ટાઉનહોલ સર્કલના રિનોવેશન તથા ડેવલોપમેન્ટ માટે રિલાયન્સના સહયોગથી સર્કલ રિનોવેશન કરવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. ગુલાબનગર ડમ્પીંગ સાઈટ પર લીગેસી વેસ્ટ પ્રોસેસીંગના કામ માટે રૃા. ૬૩૭ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.

જ્યારે અધ્યક્ષસ્થાનેથી એક દરખાસ્ત રજૂ થઈ હતી જેમાં મેળામાં લોકડાયરા માટે પ૦ હજારનું ખર્ચ મંજુર કરાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh