Advertisement
Author: નોબત સમાચાર

સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન લાભશંકર પુરોહિતને શ્રદ્ધાસુમન

મોટી હવેલી દ્વારા

જામનગર તા. ર૪: જામનગરના સુવિખ્યાત સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન લાભશંકરભાઈ પુરોહિતના નિધન અંગે મોટી હવેલીના ગો. હરિરાયજી મહારાજ, ગો. વલ્લભરાયજી મહાદેવ તથા શ્રી પુષ્ટિ સંપ્રદાય, મોટી હવેલી દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

શોક સંદેશામાં જણાવ્યા પ્રમાણે અમારા આત્મીય સ્વજન એવા શ્રી લાભુભાઈ પુરોહિતના ગોલોક ગમનના સમાચાર સાંભળી પુષ્ટિ સંપ્રદાય અત્યંત દુઃખ લાગણી અનુભવે છે. શ્રી મોટી હવેલી, જામનગર સાથે એમનો નાતો આજીવન રહ્યો. ખૂબ જ મિલનસાર સ્વભાવ એમની આગવી ઓળખ હતી. લાભુભાઈના ગોલોક ગમનથી જામનગર શહેરને એક વિદ્વાન વ્યક્તિની ખોટ પડી ગઈ. મૃત્યુ અટલ છે એને સ્વીકારવું જ રહ્યું. સદ્ગત લાભુભાઈ પુરોહિતને ભગવદ્ ચરણાવિંદમાં સ્થાન પ્રાપ્ત થાય અને પરિવારના સદસ્યોને સ્વજનના કાયમી વિયોગનો આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh