Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નગરપાલિકા ગ્રાઉન્ડમાં આગામી તા. ૨૬ ઓગસ્ટે યોજાશે 'દ્વારકા ઉત્સવ'

જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી નિમિત્તે

ખંભાળીયા તા. ૨૪: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ 'દ્વારકા ઉત્સવ ૨૦૨૪' તા. ૨૬-૦૮-૨૪ના સાંજે ૮ વાગ્યાથી સ્વામિ નારાયણ મંદિર પાછળ, નગર પાલિકા ગ્રાઉન્ડ, દ્વારકામાં યોજાશે.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, ધારાસભ્યો પબુભા માણેક, હેમત ખવા વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. દ્વારકા ઉત્સવ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh