Advertisement
Author: નોબત સમાચાર

"ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ રહી ગયો છે"

ધારાસભ્ય હેમંતભાઈ ખવાનું નિવેદન

જામનગર તા. ર૪: આમઆદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિધાનસભામાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી દારૂબંધીના કાયદામાં સુધારા વિધેયક લઈને આવ્યા, જેમાં પોલીસ દ્વારા દારૂના ગુનામાં જે વાહન ડીટેઈન કરવામાં આવ્યા હોય, તેને વહેલી તકે હરાજી કરવી અને નિકાલ કરવા સંબંધિત વિધેયક હતો. આ વિધેયક પર વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, દારૂબંધીનો કાયદો ગુજરાતમાં ફક્ત આગળ પર જ રહી ગયો છે. આજે સ્વિગી-ઝોમેટોની જેમ દારૂ પણ લોકો પોતાના ઘરે ંમંગાવી શકે છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં ૯૭૦૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે. દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું તે ખૂબ જ ચિંતાજનક વિષય છે.

એક તરફ ગુજરાતનો યુવાધન વધુને વધુ ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે, માટે અમારી માંગ છે કે, આ કાયદાને વધુમાં વધુ કડક બનાવવામાં આવે. અવારનવાર બિનવારસી ડ્રગ્સ મળ્યું તેમ કહીને આ ડ્રગ્સના રેકેટ ચલાવનાર લોકોને છોડી દેવામાં આવે છે અને છાવરવામાં આવે છે. જે રીતે વાહનની હરાજી કરવામાં આવે છે તે જ રીતે અમારી માંગ છે કે જે બોટમાં ઈન્ટરનેશનલ લેવલથી ડ્રગ્સ આવતી હોય છે, તે બોટને પણ જપ્ત કરવી જોઈએ અને તેના પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અવારનવાર એકના એક બંદર પરથી અનેકવાર ડ્રગ્સ પકડાતું હોય છે, તો તે બંદરના માલિકની પણ તપાસ થવી જોઈએ. કારણ કે જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે, તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ વેંચનારાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. તો આ તમામ વસ્તુઓને રોકવા માટે કડકમાં કડક કાયદો બનાવવામાં આવે.

જ્યારે પણ ડ્રગ્સ પકડાય છે, ત્યારે નાની-નાની માછલીઓને પકડીને સરકાર વાહ-વાહી લૂંટતી હોય છે. પરંતુ આ ડ્રગ્સ રેકેટની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ, કારણ કે જે લોકો પ૦૦ કરોડ, ૧ હજાર કરોડ, ર હજાર કરોડના ડ્રગ્સ મંગાવી રહ્યાં છે તે કોઈ સામાન્ય લોકો ના હોઈ શકે. આ એકદમ આયોજનબદ્ધ રીતે ક્રાઈમ રેકેટ ચલાવવામાં આવતું હોય છે. તો આવા મોટા માથાના ક્રિમિનલ લોકો પર સકંજો કસવામાં આવે છે તેવી પણ માંગણી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh