Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ, પત્રકારો, સ્વૈચ્છિક સંસ્થા મેદાનેઃ
ખંભાળિયા તા. ૨૩: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર રાત્રિના સમયે રખડતા રહેતા અને નાના મોટા અકસ્માતો નિપજાવતા પશુઓ માટે મોકલાવવામાં આવેલી રેડિયમ પટી લગાડવાની કાર્યવાહી સ્વૈચ્છિક સંસ્થા, ટ્રાફિક પોલીસ તથા પત્રકારો દ્વરા શરૂ કરાઈ છે. જેમાં હવે નેશનલ હાઈવે ઓથોરિટીની ટૂકડી પણ જોડાઈ છે.
ખંભાળિયા-દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર રોજેરોજ સેંકડો વાહનો પસાર થતાં હોય છે ત્યારે દિવસના સમયે અને ખાસ કરીને રાત્રિના સમયે ધોરીમાર્ગ પર બેસી રહેલા પશુઓના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં માનવ જિંદગી ઉપરાંત પશુઓ પણ મોતને ભેટી રહ્યા છે. તે પરિસ્થિતિને નિવારવા માટે ગાંધીનગરમાં ગૌસેવાની પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા પશુઓ માટે રેડિયમ પટી મોકલી આપવામાં આવી હતી.
તે પટી આવી પહોંચતા દ્વારકા જિલ્લાની એનિમલ કેર સંસ્થા, પત્રકારો તેમજ ટ્રાફિક શાખા દ્વારા રાત્રે ઝુંબેશ શરૂ કરાઈ છે. આ વ્યક્તિઓ રાત્રિના સમયે હાઈવે પર રખડતા પશુઓને રેડિયમ પટી લગાડી તેઓને સુરક્ષિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
છેલ્લા ચારેક દિવસથી શરૂ થયેલી આ કાર્યવાહી અંતર્ગત ગૌભક્તો તથા પત્રકારોએ નેશનલ હાઈવે ઓથોરિટી તેના પર ધ્યાન આપતી ન હોય એસપી નિતેશ પાંડેયને રજૂઆત કરી હતી. તેના પગલે પોલીસ, સ્વૈચ્છિક સંસ્થા અને પત્રકારોની સાથે હાઈવે ઓથોરિટીની ટૂકડી પણ રાત્રિના સમયે રોડ પર રખડતા પશુ માટે હરકતમાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial