Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક લાખ કરોડના નુકસાન સામે માત્ર ૩પ૦ કરોડની સહાય
ખંભાળીયા તા. ર૪: પાક નુકસાની પેકેજ ખેડૂતોને અન્યાયી ૧ લાખ કરોડના નુકસાન સામે માત્ર ૩પ૦ કરોડની સહાય અન્યાય કરતા ગણાવી પાલભાઈ આંબલીયાએ આક્રોશ વ્યકત કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીના વળતર માટે ગઈકાલે ૩પ૦ કરોડની સહાયની જાહેરાત કરતા ખેડૂત અગ્રણી તથા કિસાન કોંગ્રેસ રાજ્ય પ્રમુખ પાલભાઈ આંબલીયાએ એક લાખ કરોડના નુકસાન સામે ૩પ૦ કરોડની સહાય મશ્કરી રૂપ ગણાવી છે.
તેમણે જણાવેલ કે હજુ સર્વે પુરો જ થયો નથી તો જાહેરાત કઈ રીતે થઈ? એક લાખ કરોડનું નુકસાન અંદાજીત છે. જેમાં ઓછામાં ઓછું ૧૦ હજાર કરોડનું વળતર હોવું જોઈએ તેના બદલે માત્ર ૩પ૦ કરોડ મશ્કરી રૂપ છે!! ખેડૂતોને ૩૩ ટકા નુકસાન ગણાય તો પણ હેકટરે ર.૭પ લાખના નુકસાન સામે પ્રતિ એકટર ૧૧ હજારની સહાય મશ્કરી જ છે!!છેલ્લા અઠવાડિયામાં કૃષિ મંત્રી જ્યાં મુલાકાત લઈને આવ્યા તે વિસ્તારોમાં હજુ પણ પાણી ભરેલા જ છે તો જ્યાં પાણી ભર્યા હોય ત્યાં સર્વે કયાંથી? સર્વે વગર આંકડા કયાંથી ? ૩પ૦ કરોડ તો ઘેડ વિસ્તાર માટે પણ પૂરતા નથી તો આખા ગુજરાતને કયાંથી થાય ? ઘેડ વિસ્તારના સ્પેશ્યલ પેકેજનું શું? ભારે વરસાદ અને અતિવૃષ્ટિથી જમીનોના ધોવાણ થયા છે તેની નુકસાનીનું વળતર આ ૩પ૦ કરોડમાં અપાયું નથી તથા તેનું સર્વે પણ થયું નથી. વધુ વળતરની માંગ સાથે રાજ્યના કૃષિ તથા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial