Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવના ખેતરમાં ખોડાયેલા વીજ થાંભલા અંગે વળતર ચૂકવવા અદાલતનો આદેશ

નુકસાનીના વળતરની અરજી અંશતઃ મંજૂરઃ

જામનગર તા. ૨૪: જામનગરના ધુંવાવ ગામમાં ખેતીની એક જમીનમાં વીજ કંપની દ્વારા થાંભલા ખોડી દેવાતા તેની સામે ખેડૂતે વાંધા અરજી કર્યા પછી અદાલતનો આશરો લીધો હતો. અદાલતે નુકસાનીના વળતરની અરજી અંશતઃ મંજૂર કરી છે.

જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દામાભાઈ ભાણાભાઈ કટેશીયા નામના ખેડૂતની જમીનમાં ખેતી વિષયક વીજ જોડાણ આપવા કાર્યવાહી કરાતા માવજીભાઈ કરશનભાઈ કણઝારીયા વગેરેએ પોતાની જમીનમાં નાખવામાં આવતા થાંભલા અંગે વાંધા અરજી રજૂ કરી હતી અને ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ અરજદારો સામે વર્ષ ૨૦૧૯માં કેસ કરાયો હતો.

તે ફરિયાદની નોટીસ મળતા અરજદાર અદાલતમાં હાજર થયા હતા. તેઓએ થાંભલો ઉભો કરવા કોઈ સૂચિત પ્લાન અપાયો નથી. તેમજ જમીનમાં થતી નુકસાની અંગે કેટલુ વળતર ચૂકવાશે તેની પણ વિગત અપાઈ નથી અને વીજ કંપનીએ વળતર માટે અરજી થઈ હોવા છતાં વળતર ચૂકવ્યું નથી તેવી દલીલ કરાઈ હતી. અદાલતમાં અરજદાર દ્વારા કરવામાં આવેલી દલીલો માન્ય રાખી અદાલતે નુકસાની વળતર અરજી અંશતઃ મંજૂર કરી છે. અરજદાર માવજીભાઈ વગેરે તરફથી વકીલ ભાર્ગવ પી. મહેતા તથા તન્મય બી. જોષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh