Advertisement
Author: નોબત સમાચાર

ટ્રેનની ઠોકરે ચઢી ગયા પછી નગરના માનસિક અસ્થિર પ્રૌઢાનું થયું મૃત્યુ

ઘરેથી નીકળી જઈ પહોંચ્યા રેલવે ટ્રેકઃ

જામનગર તા. ર૪: જામનગરના હનુમાન ટેકરી પાસે રહેતા અને માનસિક બીમારીનો ભોગ બનેલા એક પ્રૌઢા ગઈકાલે પોતાના ઘરેથી નીકળીને ત્યાં જ આવેલા રેલવે ટ્રેક પર પહોંચ્યા પછી એક ટ્રેનની ઠોકરે ચઢી ગયા હતા. તેઓનું ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા મંજુબેન બચુભાઈ પરમાર (ઉ.વ.પ૮) નામના પ્રૌઢા ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. જ્યાં તેઓ પાટા પર આવી ગયા પછી ત્યાંથી પસાર થયેલી એક ટ્રેનના એન્જિનની હડફેટે ચઢયા હતા.

ટ્રેનની ઠોકર વાગતા આ મહિલાને ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. દોડી આવેલા તેમના પુત્ર જીવણભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જીવણભાઈનું નિવેદન નોંધ્યું છે.

તેઓના જણાવ્યા મુજબ તેમના માતા થોડા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. તે દરમિયાન ગઈકાલે બપોરે આ પ્રૌઢા પોતાના ઘરેથી નીકળી જઈ રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા જ્યાં તેઓ ટ્રેનની ઠોકરે ચઢ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh