Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે મેયર અને ધારાસભ્યોના હસ્તે મેળો ખુલ્લો મુકાયોઃ યાંત્રિક રાઈડ્ઝની મંજુરીમાં વિલંબના કારણે મોડો મેળો શરૂ થયો
જામનગર મહાનગરપાલીકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનો આખરે પ્રારંભ થયો છે. નગરના મેયર અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં લોક મેળો ખુલલો મુકાયો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ૩ સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટેનો શ્રાવણી લોક મેળો યોજાયો છે. જેની યાંત્રિક રાઈડની મંજુરી વિલંબથી મળી હોવાથી આખરે ગઈકાલે સાંજે ૭:૩૦ વાગ્યાથી શ્રાવણી લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજાના હસ્તે લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશ્નર ડી. એન. મોદી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, જુના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા તેમજ સાંસ્કૃતિ સમિતિના ચેરમેન જીતેશભાઈ શિંગાળા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા સહિત નગરસેવિકો, મહાનુભાવો તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતીમાં લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં મેળો યોજવા માટે જનમેદની ઉમટી પડી હતી. લાંબા સમયથી મનોરંજનની રાહ જોઈ રહેલી જનતાને આજે મનોરંજનની જુદી-જુદી રાઈડનો આનંદ માણવા મળી રહ્યો છે અને લોકો પણ ખૂબ જ પ્રફુલિત થયેલા જોવા મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial