Advertisement
Author: નોબત સમાચાર

કોલકાતા કેસમાં આરોપી સહિત સાતના પોલિગ્રાફ ટેસ્ટ શરૂ

સંજય રોય, પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ, ચાર ડોકટરો તથા સ્વયંસેવકોની ચકાસણી

કોલકાત્તા તા. ર૪: કોલકાત્તામાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી હેઠળ કુલ ૭ લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ થયો છે. જેમાં સંજય રોય અને સંદીપ ઘોષ ઉપરાંત ૪ તબીબો તથા સ્વયંસેવકનો સમાવેશ થયો છે.

આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોકટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કુલ સાત લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ થયો છે. સીબીઆઈની કોલકાતા ઓફિસમાં આરોપી સંજય રોય, આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંજય ઘોષ, ચાર ડોકટરો જે ઘટનાની રાત્રે પીડિતા સાથે હતા. તેમજ સ્વયંસેવકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

સીબીઆઈનો હેતુ આ કર્મચારીઓના નિવેદનોને ચકાસવાનો છે, કારણ કે અન્ય મેડિકલ રિપોર્ટસ (જેમ કે પીડિતાના શરીમાંથી લેવાયેલ ડીએનએ, યોનિમાર્ગ સ્વેબ, પીએમ બ્લડ) તેમને આ ઘટના સાથે સ્પષ્ટ પણે લિંક કરવામાં નિષ્ફળ ગયા છે. સીબીઆઈએ જાણવા માંગે છે કે શું આ ચારેય પુરાવા સાથે છેડછાડ કરી હતી કે પછી તેઓ કોઈ ષડયંત્રનો ભાગ હતાં.

આરોપી સંજયના મનોવિશ્લેષણમાં પણ ઘણાં મહત્ત્વના ખુલાસા થયા છે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીના મનોવિશ્લેષણથી સંકેત મળે છે કે તે વિકૃત વ્યક્તિ છે અને પોર્ન જોવાનો વ્યસની છે. નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસ-એલ)નો ડોકટરોને ટાંકીને અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે આરોપી સંજય રોય, કોલકાતા પોલીસમાં સ્વયંસેવક છે, તે પ્રાણીઓ જેવી વૃત્તિઓ ધરાવે છે.

ઘણી વખત આરોપીને સત્ય જાહેર કરવા માટે, પોલીસ પોલીગ્રાફ ટેસ્ટ કરાવે છે, જેમાં લાઈ ડિટેકટર મશીન દ્વારા જુઠાણું શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં આરોપીના જવાબ દરમિયાન શરીરમાં થતાં ફેરફારો દ્વારા એ જાણી શકાય છે કે આરોપી સવાલનો સાચો જવાબ આપી રહ્યો છે કે નહીં આ ટેસ્ટમાં આરોપીની શારીરિક ગતિવિધિઓને ધ્યાનથી વાંચવામાં આવે છે અને તેમની પ્રતિક્રિયા અનુસાર જવાબ સાચો છે કે ખોટો તે નક્કી કરવામાં આવે છે.

આ એક મશીન છે, જેમાં ઘણાં ભાગો છે. આમા આરોપીના શરીર સાથે કેટલાક યુનિટ જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, મશીન એકમો, આંગળીઓ, માથા, મોં પર મૂકવામાં આવે છે અને જ્યારે આરોપી જવાબ આપે છે, ત્યારે આ એકમોમાંથી ડેટા પ્રાપ્ત થાય છે, જે મુખ્ય મશીનમાંથી જાય છે અને અસત્ય કે સત્યને શોધી કાઢે છે. શરીર સાથે જોડાયેલા એકમોમાં ન્યુમોગ્રાફ, કાર્ડિયોવેસ્કયુલર રેકોર્ડર અને ગેલ્વેનોમીટરનો સમાવેશ થાય છે. ઉપરાંત, હાથ પર પલ્સ, કફ બાંધવામાં આવે છે અને લોમ્બ્રોસો ગ્લોવ્સ આંગળીઓ પર પહેરવામાં આવે છે. આ સાથે બ્લડ પ્રેશર, પલ્સ રેટ વગેરે પર પણ મશીન દ્વારા નજર રાખવામાં આવે છે.

શરીર પર પહેરવામાં આવતા ઉપરકરણમાં ન્યુમોગ્રાફ દ્વારા પલ્સ રેટ અને શ્વાસ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવે છે. જવાબ દરમિયાન, અસત્ય અને સત્યનો નિર્ણય શ્વાસ દ્વારા કરવામાં આવે છે. તેમાં એક નળી હોય છે જે છાતીની આસપાસ બાંધેલી હોય છે. હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને કાર્ડિયોવેસ્ક્યુલર રેકોર્ડરથી મોનિટર કરવામાં આવે છે, કારણ કે જ્યારે જૂઠું બોલે છે, ત્યારે તેમાં અસામાન્ય ફેરફારો થાય છે, જેના દ્વારા સત્ય શોધી શકાય છે. ઉપરાંત વ્યક્તિની ત્વચાની વિદ્યુત વાહકતા ગેલ્વેનોમીટર દ્વારા તપાસવામાં આવે છે. પછી આ ડેટા રેકોર્ડિંગ ઉપકરણ દ્વારા એકત્રિત કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh