Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં જુગારના ૧૪ દરોડામાં ૧૬ મહિલા, ૫૦ શખ્સ ઝબ્બે

મોટા ઈટાળામાંથી પાંચ પત્તાપ્રેમી નાસી ગયાઃ રૂપિયા સાડા છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજેઃ

જામનગર તા. ૨૪: જામનગરના લાલપુર બાયપાસ પાસે એક ઓફિસમાં ગઈ કાલે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડતા સાત શખ્સ રૂપિયા સવા ચાર લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતા. સુભાષપ્રાર્કમાંથી છ મહિલા, લાલપુર શહેરમાંથી નવ મહિલા અને આરબલુસમાંથી પણ એક મહિલા સહિત છ ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે કુલ ૧૪ દરોડામાં સાડા છએક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના રણજીત સાગર રોડ પર સુભાષ પાર્કની શેરી નં.૪માં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ગીતાબેન વિરમભાઈ ચાવડા ઉર્ફે જલીબેન, વર્ષાબેન જગદીશભાઈ ગોરફાળ, પૂરીબેન કાનજીભાઈ મેસવાણીયા, ડિમ્પલબેન જીતુભાઈ હંજડા, વર્ષાબેન મંગળસિંહ ગોહિલ, ગીતાબેન વિરમભાઈ ચાવડા નામના છ મહિલા પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૃા.૩,૩૫૦ કબજે કરાયા છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે ગઈકાલે સાંજે પ્રણામી ટાઈલ્સ નામની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. તે ઓફિસમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નિલેશ પરસોત્તમ તાળા, નિમેશ કિશોરભાઈ અકબરી, કેવીન જીતેશભાઈ સંઘાણી, રૂમિત કિશોરભાઈ સાવલીયા, નિલેશ રમેશભાઈ ડાંગરીયા, કેવીલ દિનેશભાઈ ભંડેરી, પાંચો ઉર્ફે વિપુલ વલ્લભભાઈ સંઘાણી નામના સાત શખ્સ રૃા.૧,૧૨,૫૦૦ રોકડા, સાત મોબાઈલ, ત્રણ બાઈક, એક મોટર મળી કુલ રૃા.૪૪ ૨૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. સાતેય સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

લાલપુરમાં સહયોગ પાર્ક સ્થિત એક ઘર નજીક શેરીમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી લાલપુર પોલીસ મથકના મનિષાબેન તથા નયનાબેનને મળતા પીએસઆઈ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડતા ત્યાં તીનપત્તી રમી રહેલા આનંદબા ગુલાબસિંહ ચુડાસમા, પારૂલબેન પરાગભાઈ વડેરા, નિરૂપમા બેન તુલસીદાસ રાયઠઠ્ઠા, બાબાબા જયુભા વાઢેર, કાજલબેન દેવાણંદભાઈ નંદાણીયા, જાનકીબેન મુકેશભાઈ પંડયા, નૂતનબેન પ્રકાશભાઈ ડોડીયા, મીતાબેન બિપીનભાઈ સચદેવ, શિલાબેન ભરતભાઈ રાઠોડ નામના નવ મહિલાને પોલીસે પકડી પાડી પટમાંથી રૃા.૧૧,૨૩૦ રોકડા કબજે કર્યા છે.

જામનગર તાલુકાના જગા ગામમાં મફતીયા પ્લોટમાં ગઈરાત્રે રોનપોલીસ રમતા સામતભાઈ ભલાભાઈ ઠુંગા, લાલજીભાઈ છગનભાઈ ઠુંગા, સુરેશ વિરમભાઈ ઠુંગા નામના ત્રણ શખ્સ રૃા.૪૬૭૦ સાથે પકડાઈ ગયા છે. જગા ગામમાં જ બીજા દરોડામાં ગંજીપાના વડે જુગાર રમતા કરશનભાઈ ધનાભાઈ ઝાપડા, સીંધાભાઈ ભીમાભાઈ ઝાપડા, જીવાભાઈ ભીમાભાઈ ઝાપડા નામના ત્રણ શખ્સ રૃા.૭૭૩૦ સાથે પંચકોશી-એ ડિવિઝન પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ઝડપાયા છે.

જામનગર તાલુકાના તમાચણના ચોકમાં ગઈરાત્રે તીનપત્તી રમતા રાજેન્દ્રસિંહ દિલુભા પરમાર, કનાભાઈ દાનાભાઈ ડાંગર, ભરતસિંહ દિલુભા પરમાર નામના ત્રણ શખ્સને પોલીસે રૃા.૫૩૭૦ સાથે પકડી લીધા છે. તમાચણ ગામમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં યશપાલસિંહ હરેન્દ્રસિંહ પરમાર, વનરાજ સિંહ ગુલાબસિંહ પરમાર નામના બે શખ્સ રૃા.૨૮૫૦ સાથે જુગાર રમતા મળી આવ્યા છે.

કાલાવડ તાલુકાના નિકાવા-આણંદપર રોડ પર એક બંધ ફેક્ટરીની પાછળ ગઈકાલે સાંજે જુગાર રમતા જીતેશ બાબુભાઈ વાજલીયા, દિનેશ ધરમશીભાઈ વાઘેલા, સાગર પ્રવીણભાઈ વાઘેલા, ભરત વિનુભાઈ વાઘેલા, શિવાભાઈ સંગ્રામભાઈ મદરીયા, અજય લખુભાઈ વાજલીયા નામના છ શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી લઈ પટમાંથી રૃા.૧૦,૩૭૦ રોકડા, પાંચ મોબાઈલ, ચાર બાઈક મળી કુલ રૃા.૧,૩૧,૮૭૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમી રહેલા અજય અશોકભાઈ રાઠોડ, દિલીપસિંહ જાલમસંગ જાડેજા નામના બે શખ્સને મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લઈ પટમાંથી રૃા.૯૭૦ ઝબ્બે લીધા છે.

લાલપુર તાલુકાના નવાગામ-૯માં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા નવીનભાઈ પૂનાભાઈ રાઠોડ, મયુર ગોગનભાઈ રાઠોડ, રોહિત ગોગનભાઈ રાઠોડ, જયસુખ ભનાભાઈ ચુડાસમા, અલ્પેશ કેશુભાઈ રાઠોડ નામના પાંચ શખ્સને રૃા.૨૬૫૦ સાથે પોલીસે પકડી પાડ્યા છે.

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામની સીમ વિસ્તારમાં પ્રકાશ મુંગરા નામના ખેડૂતના ખેતરના શેઢે જાહેર રસ્તા પર ગઈરાત્રે જુગાર રમતા પ્રકાશ બાબુભાઈ મંુગરા, રાજપર ગામના અશોકસિંહ લખધીરસિંહ જાડેજા, વાલજીભાઈ મેઘાભાઈ રાઠોડ, ઉમેશ દામજીભાઈ મોલીયા નામના ચાર શખ્સ પકડાઈ ગયા હતા. પોલીસને જોઈને રાહુલ ગોરધનભાઈ મુંગરા, બુધાભાઈ મુંધવા, રવિ ડાયાભાઈ રાતડીયા, અશોક બાબુભાઈ મુંગરા, સેજાભાઈ બટુકભાઈ મુંધવા નામના પાંચ શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૃા.૧૪૩૦૦ રોકડા કબજે કરાયા છે.

જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામની સીમમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પો.કો. નવલભાઈ, મયુરસિંહ, દિલીપસિંહ, કૃણાલ હાલાને મળતા પીઆઈ વાય.જે. વાઘેલાના વડપણ હેઠળ ગઈ રાત્રે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ભૂરાભાઈ મેરામણ હુણ, કરશનભાઈ મેરામણ રાડા, વિઠ્ઠલ પરમાણંદ જોષી, નાથાભાઈ કારાભાઈ રાડા, સરમણ ચનાભાઈ રાડા નામના પાંચ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧૦,૨૩૦ કબજે થયા છે.

સોનવડીયા ગામની સીમમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં જયેશ દેવાભાઈ બંધીયા, લાલાભાઈ બોઘાભાઈ રાડા, કરણ પાલાભાઈ રાડા, હરદાસ લખમણ રાડા, હેમુભા નવલસંગ જાડેજા, કિશન બધાભાઈ રાડા નામના છ શખ્સને પોલીસે રૃા.૧૫૪૬૦ સાથે પકડી લીધા છે.

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડતા ત્યાંથી લલીત કરશનભાઈ જેપાર, હરીલાલ દામજીભાઈ પરમાર, ધીરજ ભાઈ ખીમજીભાઈ ચૌહાણ, કરણ નાનજીભાઈ ધ્રુવ તથા હંસાબેન નાનજીભાઈ ધ્રુવ નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧૦,૨૪૦ કબજે કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh