Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા
જામનગર તા. ર૪: વ્યાજખોરી અને ઓનલાઈન ગેમિંગએ સાંપ્રત સમયની સૌથી મોટી સળગતી સમસ્યા છે. અનેક લોકો આ દુષણમાં સપડાયા બાદ અકાળે મોતને શરણ થયા છે. આ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ ન થાય તે દિશામાં પગલાં ભરવાની માંગ લાલપુર, જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિધાનસભાના ફલોર પર રજુઆત કરી આરોપીઓ વિરૂદ્ધ મજબૂત ગાળિયો કસવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ગેમએ અત્યાર સુધીમાં ઘણાં યુવાનોની જિંદગી ઓવર કરી છે ત્યારે ગેમિંગના આ દુષણ સામે તામિલનાડુની માફક ગુજરાતમાં પણ કાયદો ઘડવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે એકતા મારા મત વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક માસમાં ૬ લોકો મોતને ભેટી ગયા છે. જેમના પરિવારમાં હજુ પણ અશ્રુઓ દરિયો સુકાયો નથી. આ ઉપરાંત સમગ્ર જામનગર અને ગુજરાતમાં તો વ્યાજખોરોના ત્રાસના આંકડાઓ ખૂબ જ ચિંતાજનક અને ચોંકાવનારા છે. વ્યાજખોરો સામેના કડક કાયદા હોવા છતાં અમલવારીની ઉણપના કારણે ચામડાતોડ વ્યાજ વસૂલતા આરોપીઓ બેલગામ ફરે છે અને તેઓને કાયદાઓ કોઈ ડર જ નથી.
જે પણ વ્યાંજકવાદી સામે ગુન્હો નોંધાઈ અને તે તપાસમાં સાબિત થાય તો તેમની પાસેથી ફરિયાદ મુજબની રકમ વસુલી અને ભોગગ્રસ્ત લોકોના પરિજનોને સોંપવી જોઈએ. સાથે જ આરોપીઓની અપ્રમાણસર મિલકત પણ ટાંચમાં લેવી જોઈએ. આ ઉપરાંત જરા પણ બાંધછોડ કર્યા વગર તેઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. આ પ્રકારના સુધારાની તાતી આવશ્કયતા હોવાની માંગ છે.
ઓનલાઈન ગેમિંગે અનેક પરિવારના વહાલસોયાઓને છીનવી લીધા છે. તામિલનાડુની સરકાર આ અંગે કાયદો બનાવી શકે છે! તો ગુજરાતમાં શું કામ નહીં ? ઓનલાઈન ગેમિંગને નાબૂદ કરવા અલગથી કાયદો બનાવવાનું સૂચન કર્યું હતું. આજે અનેક યુવાઓ પોતાના રૂમમાં ચાર દિવાલ વચ્ચે આ દુષણ રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે પોતાના પરિવારજનોની જાણ બહાર અનેક યુવાનો ગેમિંગમાં મોટું આર્થિક નુકસાન ભોગવ્યા બાદ દેવામાં દબાયા છે. ઘણાં યુવાનો મોતના ખપ્પરમાં હોમાયા હોવાના પણ કિસ્સાઓ હાજર છે.
ઓનલાઈન ગેમિંગ એટલા માટે વધુ ખતરનાક છે કારણ કે પોતાના રૂમમાં પોતાનું બાળક શું કામ કરી રહ્યું છે ? તેનાથી વાલીઓ અજાણ હોય છે. જેથી વાલીઓ પૂરતું ધ્યાન આપી શકતા નથી. પરિણામે ઓછી સમજણના પાપે બાળકો આનો ભોગ બને છે અને ડરના માર્યા જાણ પણ કરી શકતા નથી અને અંતે મોત વ્હાલું કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. એવું પણ કહી શકાય છે કે ઓનલાઈન ગેમિંગ એ વ્યાજખોરની જનની છે. કેમ કે ગેમિંગના વિષચક્રમાંથી બહાર નીકળવા માટે યુવાનો વ્યાજખોરોના શરણે જતા હોય છે જેની મજબૂરીનો ફાયદો ઉઠાવી આરોપીઓ આડેધડ વ્યાજ વસૂલે છે. આથી આ બન્ને દુષણ અટકાવવાની દિશામાં કામ કરવા રજુઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial