Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમ્પેકટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
ગાંધીનગર તા. ર૪: ઈમ્પેકટ કાયદાને વધુ લોકભિમુખ બનાવવાના નિર્ણય સાથે ગુજરાતની જનતાને મુખ્યમંત્રીએ આપી જન્માષ્ટમીની ભેટ આપી છે અને ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.પ એફએસઆઈ સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈમ્પેકટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ર૦રર ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકોએ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.પ એફએસઆઈ સુધીના બિન અધિકૃત રહેણાક માટે ર૦૦૦ ચો.મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાક માટે ૧૦૦૦ ચો.મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઈને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ખુટતા પાર્કિંગના પ૦ ટકા જે તે પ્લોટમાં અથવા તો પ૦૦ મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજીયાત હતી, અને બાકીના પ૦ ટકા ખુટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ર૦રર ના જાહેરનામાંથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમ્પેકટ ફી અંગેના કરેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial