Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીટીવી કેમેરા, ડેલામાં ઝીંક્યા ધોકા-તલવારના ઘાઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક યુવાને પ્રેમલગ્ન માટે એક યુવતીને નસાડ્યા પછી લગ્નની નોંધણી પણ કરાવી લીધી હતી. આ બાબત યુવતીના પરિવારને પસંદ પડી ન હતી. સમાધાનના ભાગરૂપે યુવતીને થોડા દિવસ માટે પિયર મોકલાયા પછી તેણી ફરીથી ગુમ થતાં આ યુવાન જ તેણીને ફરીથી નસાડી ગયો હોવાની આશંકાથી યુવતીના પરિવારે યુવાનના ઘેર જઈ તોડફોડ કરી હતી.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગરના ગોકુલનગર નજીક સાયોના શેરીમાં વસવાટ કરતા ચિરાગ ભીખુભાઈ ગોહિલ નામના યુવાને થોડા સમય પહેલાં એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા તેણીને પોતાની સાથે ભગાડી હતી અને બંનેએ ગયા મે મહિનામાં લગ્ન કરી લઈ તેની નોંધણી જુનાગઢમાં કરાવી લીધી હતી.
તે બાબત યુવતીના પરિવારજનોને પસંદ પડી ન હતી. તે બાબતે મનદુખ થયા પછી બંને પરિવાર વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો શરૂ થયા હતા. તેના પગલે આ યુવતીને થોડા દિવસ માટે પિયર મોકલવામાં આવી હતી. ત્યાંથી ગઈ તા.૧૭ના દિને તે યુવતી ચાલી ગઈ હતી.
તેણીને ફરીથી ચિરાગ નસાડી ગયો હોવાની શંકા આ યુવતીના પરિવારને પડી હતી અને તેનો ખાર રાખી ગઈકાલે રાત્રે ચિરાગના ઘેર ધસી આવેલા લક્ષ્મણ દેવાભાઈ પીંડારીયા, ભુટાભાઈ તથા લક્ષ્મણ પીંડારીયાના પુત્ર અને સાથે રહેલા બે અજાણ્યા શખ્સે બઘડાટી બોલાવી હતી. આ શખ્સોએ અમારી પુત્રી પાછી આપી દો તેમ કહી ચિરાગના ઘરમાં ઘૂસી ડેલામાં ધોકા તથા તલવારના ઘા ઝીંકી નુકસાની સર્જવા ઉપરાંત ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ ભાંગફોડ કરી હતી. ચિરાગના ભાઈ ભાવેશ ભીખુભાઈ ગોહિલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચેય સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial