Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારની નવી એસઓપી-ગાઈડલાઈનનો ભંગ થતા
જામનગર તા. ર૪: જામનગરના શ્રાવણી મેળામાં નિયમ ભંગ બદલ મારૂતિ મોતના કૂવા સહિતની ત્રણ રાઈડ બંધ કરાવાઈ હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને રાજ્ય સરકારની નવી એસ.ઓ.પી. તથા ગાઈડલાઈનને અનુસરીને મશીન મનોરંજનની ૧૪ જેટલી રાઈડ લગાવવામાં આવી હતી, જેમાં આ વખતે એક પ્લોટમાં એક રાઈડ મૂકવાની થતી હતી, પરંતુ જુદા જુદા બે પ્લોટમાં એકથી વધુ રાઈડ મૂકવામાં આવી હોવાનું તંત્રને ધ્યાનમાં આવતા જોઈન્ટ વ્હીલ તેમજ બ્રેક ડાન્સ સહિતની બે રાઈડ બંધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત મારૂતિ મોતનો કૂવો કે જેને યાંત્રિક રાઈડનું ફિટનેસ મળતું ન હોવાથી અને તે હસ્તકલામાં આવતી હોવાથી તેની મંજુરી મેળવવા માટેનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, અને હાલ મહાનગરપાલિકા દ્વારા મારૂતિ મોતના કૂવાની રાઈડ પણ બંધ કરાવી દેવામાં આવી છે, જેથી જામનગરવાસીઓના મનોરંજનમાં ઘટાડો થયો છે.
દર વર્ષે નાની-મોટી રપ જેટલી રાઈડ લગાવવામાં આવે છે, પરંતુ આ વખતે નવી ગાઈડ લાઈન મુજબ દરેક પ્લોટની વચ્ચે જગ્યા મૂકેલી હોવાથી તંત્ર દ્વારા માત્ર ૧૪ રાઈડ ચલાવવા માટેની મંજુરી અપાઈ હતી, જે પૈકીની ત્રણ રાઈડ બંધ કરાવતા હાલ સાડાસાત લાખ જેટલી માનવ વસતિ વચ્ચે ૧૧ રાઈડ લોકોના મનોરંજન માટે ચાલુ રહી છે, જેથી રાઈડમાં બેસવા માટે પણ લોકોનો ધસારો જોવા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial