Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ર૦૬ જળાશયોમાં ૭૪ ટકા જળસંગ્રહ થયોઃ
અમદાવાદ તા. ર૪: ગુજરાતના ર૦૬ જળાશયોમાં ૬૪ ટકા જળસંગ્રહ થયો છે, જ્યરે ૬૬ ડેમ હાઈ એલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાં ૮૮ ટકા જળ સંગ્રહ થયો છે.
રાજ્યમાં નાના-મોટા કુલ ર૦૬ જળાશયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં ૬૪ ટકા જેટલું પાણી છે, જ્યારે પર ડેમ પાણીથી ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૮ ટકા જળ સંગ્રહ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે.
અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યમાં નાના-મોટા કુલ ર૦૬ જળાશયોમાં ૬૪ ટકા જળ સંગ્રહ થયો છે, ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૮ ટકા જળ સંગ્રહ થયો છે.
મળતી માહિતી મુજબ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ર૦૬ જળાશયોમાં ૬૪ ટકા જળ સંગ્રહ થયો છે, ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૮ ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના ૬૬ જળાશયો હાઈ એલર્ટ પર મૂકાયા છે. રાજ્યના ૧૭ ડેમ એલર્ટ પર તો ૧૧ વોર્નિંગ પર મૂકાયા છે. રાજ્યભરના પર ડેમ ૧૦૦ ટકા પાણી ભરાયા છે, તો ૪ર ડેમ ૭૦ થી ૧૦૦ ટકા પાણીથી ભરાયા છે. બીજી બાજુ અન્ય જિલ્લામાં વરસાદ નહીવત્ પ્રમાણમાં વરસાદ થતા ર૩ ડેમો પ૦ થી ૭૦ ટકા પાણી ભરાયા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહીનો સમય આવી ગયો છે. આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બે દિવસ પછી ફરી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial