Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આયોજનઃ
ખંભાળીયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે બહોળી સંખ્યામાં આવતા હોય તે દરમિયાન સ્વ-સહાય જૂથોની બહેનોને તેમના દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓને સારૂ બજાર મળી રહે તે માટે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા તા. ૨૨-૦૮-૨૪ થી તા. ૩૧-૦૮-૨૪ દરમિયાન સર્કીટ હાઉસ પાછળના મેદાન, ચોપાટી રોડ, દ્વારકામાં વિશાળ પ્રાદેશિક 'સરસ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ જિલ્લા પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો.
મહિલાઓ આત્મનિર્ભર બની આર્થિક સક્ષમ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ બહેનોના સ્વ-સહાય જુથોની રચના કરી તેમનું ક્ષમતાવર્ધન, કૌશલ્ય વિકાસ, તાલીમ વિગેરે દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન કરવામાં આવે છે. આ સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદીત વિવિધ વસ્તુઓને લીધુંં બજાર મળી રહે તે માટે વિવિધ મેળાઓ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકામાં આયોજીત આ મેળામાં સમગ્ર રાજ્યમાંથી ૫૦ જેટલા સ્વ-સહાય જૂથો દ્વારકામાં મેળામાં સહભાગી થયા છે. જેમાં હાથ બનાવટની અનેકવિધ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial