Advertisement
Author: નોબત સમાચાર

વડત્રાના ધીંગેશ્વર મહાદેવ મંદિરે સામૂહિક રૂદ્રાભિષેકઃ થાળઃ મહાઆરતીઃ વૈદિક પૂજન

ખંભાળીયા નગરપાલિકાના સભ્યો-હોદ્દેદારો દ્વારા

ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા પાલિકા સદસ્યો હોદ્દેદારો દ્વારા સામૂહિક રીતે વડત્રા ધીંગેશ્વર મહાદેવ મંદિરે રૂદ્રાભિષેક થાળ, આરતીનો કાર્યક્રમ યોજાયા હતાં.

તાજેતરમાં ખંભાળીયા પાલિકાના વર્તમાન તથા પૂર્વ હોદ્દેદારો તથા ચાલુ સદસ્યો દ્વારા પરિવાર સાથે ખંભાળીયા તાલુકાના વડત્રા ગામે પ્રાચીન સ્વયંભૂ શ્રી ધીંગેશ્વર મહાદેવના મંદિરે રૂદ્રાભિષેક પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.

જાણીતા કર્મકાંડી વિદ્વાન શ્રી શંકર મહારાજ અબોટી તથા કિશનભાઈ અબોટી શાસ્ત્રી દ્વારા સવારના નવથી બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધી રૂદ્રાભિષેક તથા સોડસો ઉપચાર પૂજા તથા શાસ્ત્રોક્ત વિધિ વેદમંત્રોથી પૂજન-અર્ચન કરાવાયું હતું. જે પછી મહાઆરતી તથા મહાદેવને થાળ ધરાવાયો હતો.

વડત્રા ધીંગેશ્વર પાલિકાના સદસ્યો દ્વારા થયેલા રૂદ્રાભિષેક કાર્યક્રમમાં પૂર્વ પાલિકા પ્રમુખ શ્રી પી.એમ. ગઢવી દ્વારા શહેરમાં તથા નજીકમાં આવેલા ધાર્મિક સ્થાનો મંદિરો તથા જ્ઞાતિની જગ્યાઓમાં સંચાલકોનો સંપર્ક કરીને તેમની માંગ મુજબ વૃક્ષના રોપાનું રોપણ કરવા દરખાસ્ત કરતા તમામે તે વધાવી લઈને તેવું આયોજન કરવા નક્કી કર્યુ હતું. મંદિરના પૂજારી તથા નજીકના રહેવાસી નટુભા જાડેજા દ્વારા મુંડીયા સ્વામીની આ જગ્યાનો ઈતિહાસ નજીકમાં ભોંયરૂ તથા પાંચ પ્રાચીન શિવલીંગની વાત પણ કરવામાં આવી હતી.

અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, પી.એમ. ગઢવી, રવિરાજસિંહ જાડેજા, દેવાભાઈ બથવાર, ઈમ્તિયાઝખાન પઠાણ, મયુરભાઈ ધોરીયા, કિશોરભાઈ નકુમ, હિનાબેન આચાર્ય, મોહિતભાઈ મોટાણી, રેખાબેન ખેતિયા, રાણાભાઈ ગઢવી, જીજ્ઞેશભાઈ પરમાર, ભીખુભા જેઠવા, કારૂભાઈ માવદીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh