Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતૃ તર્પણ માટે સોમનાથ જતા હતા
અમદાવાદ તા.૨૬ઃ અમદાવાદ- રાજકોટ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માતમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મૃત્યુ થયા છે. જયારે બીજા ૧૮ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
અમદાવાદ- રાજકોટ હાઈવે નજીક લીંબડીના શિયાણી ગામ પાસે પીક-અપ બોલેરો વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. સોમનાથ પિતૃ તર્પણ માટે જતી વખતે અકસ્માતમાં ૪ દેરાણી જેઠાણીના મોત નિપજ્યા છે જયારે અન્ય ૧૮ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. લીંબડીના શિયાણીની નજીક ચોટીલા નજીક આપાગીગાના ઓટલા તરીકે ઓળખાતી જગ્યા પાસે રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં લીંબડીના શીયાણી ગામેથી ગીર સોમનાથ જઈ રહેલી બોલેરો પીકઅપ ગાડી આડે રોડ પર ઓચીંતો ટ્રક આવી જતાં બંને વાહનો ધડાકાભેર અથડાતાં મરણચીસો ગાજી ઉઠી હતી. પિતૃ કાર્ય માટે ગીર સોમનાથ જઈ રહેલા શીયાણી, દેવળીયા ગામના રેથરીયા- કોળી પરિવારના પચ્ચીસ જેઠલા સભ્યોમાંથી ૩ વૃદ્ધાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતાં. જ્યારે એક વૃદ્ધાએ રાજકોટમાં દમ તોડી દેતાં મૃત્યુઆંક ૪ થયો હતો. આ ચારેય મૃતક વૃદ્ધાઓ સગા દેરાણી- જેઠાણી થતાં હતાં.
તેમના પરિવારના ૧૮ સભ્યોને નાની- મોટી ઈજાઓ થતાં તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં બોલેરો પીકઅપના ચાલકનો પણ સમાવેશ થાય છે. રેથરીયા પરિવારની પોતાની જ બોલેરો હોઈ તેમાં બેસીને રાતે બધા રવાના થયા હતાં અને સાડા અગિયારેક વાગ્યે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં લીંબડીના શીયાણી ગામના મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા (ઉ.વ. ૬૫), ગૌરીબેન પાંચભાઈ રેથરીયા (ઉ.વ. ૬૮), ગલાલબેન કાળુભાઈ રેથરીયા (ઉ.વ. ૬૦) ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતાં. જયારે મગજીબેન ગોબરભાઈ રેથરીયા (ઉ.વ. ૭૦) જે આ ત્રણેયના સગા જેઠાણી હતાં તેમનું રાજકોટ સિ વિલ હોસ્પિટલમાં મૃત્યુ થતાં મૃત્યુઆંક ૪ થઈ ગયો હતો. ગોઝારા અકસ્માતને પગલે રેથરીયા પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારા મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયાના પુત્રનું નાનપણમાં જ અવસાન થઈ ગયું હતું. તેનુ પિતૃકાર્ય કરવાનું પ્રિવારજનોએ નકકી કર્યું હઈ અને આ કાર્ય સોમનાથમાં આજે મંગળવારે કરવાનું હોઈ રાતે રેથરીયા પરિવારના શીયાણી અને બાજુના દેવળીયા ગામે રહેતાં ૨૫ જેટલા કુટુંબીજનો પોતાની જ બોલેરો પીકઅપ ગાડીમાં બેસીને સોમનાથ જવા માટે રવાના થયા હતાં. રાતે સાડા દસેક વાગ્યે શીયાણીથી નીકળ્યા પછી સાડા અગિયાર આસપાસ તેઓ ચોટીલાથી આગળ આપાગીગાના ઓટલા નજીક પહોંચ્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
જેમાં ત્રણના ઘટના સ્થળે અને એક વૃદ્ધાનું રાજકોટમાં મૃત્યુ થયું હતું. ઘાયલ થયેલા ૧૮ને રાજકોટ સિ વિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂ, જયેન્દ્રસિંહ જાડેજા, ભાવેશભાઈ મકવાણા, તોફિકભાઈ જુણાચ, ધર્મેન્દ્રભાઈ હુદડે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial