Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજ. આયુ. યુનિવર્સિટી દ્વારા
જામનગર તા. ર૬ઃ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા યુનિ. સંલગ્ન કોલેજોના સ્વસ્થવૃત્ત વિષયના અધ્યાયકો માટે નાઝર કોલેજ, સુરતના યજમાનપદે 'પથ્ય આહાર કલ્પના' વિષય કાર્યશાળા યોજવામાં આવી હતી.
આ કાર્યશાળામાં વિવિધ કોલેજોના આધ્યાપકો દ્વારા નિરોગી વ્યક્તિને નિરોગી કહેવા માટે તેમજ રોગીને તેના રોગ માટે જરૂરી એવી પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાનના ગ્રંથોમાં નિર્દિષ્ટ અલગ-અલગ આહાર કલ્પનાઓ (વાનગીઓ) નું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં આયુર્વેદ વિજ્ઞાનના નિષ્ણાત વક્તાઓ દ્વારા આહાર વિજ્ઞાનના યોગ અને આયુર્વેદ સંમત પાસાઓનું તેમજ આહાર કલ્પનાઓની વિશદ છણાવટપૂર્વકના વક્તવ્યો પ્રસ્તુત કરવામાં આવેલ હતાં. આ વક્તાઓમાં આઈટીઆરએ, જામનગરના પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ ડીન તેમજ સ્વસ્થવૃત્ત વિભાગના પ્રોફેસર એવં હેડ એવા વૈદ્ય અર્પણ ભટ્ટ, સિદ્ધલા આયુર્વેદ કોલેજ, સાગમેરના સ્વસ્થવૃત્ત વિભાગના પ્રોફેસર અને હેડ વૈદ્ય આતિશ ઓસ્વાલ તેમજ પારૂલ ઈન્સ્ટિયુુટ ઓફ આયુર્વેદના સ્વસ્થવૃત્ત અને યોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ વૈદ્ય રાહુલ જાધવનો સમાવેશ થાય છે. આ કાર્યશાળામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના રજિસ્ટ્રાર ડો. અશોક ચાવડા દ્વારા ઉપસ્થિત રહીને તમામ પ્રતિભાગીઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન તેમજ સમાપન સમારોહમાં યજમાન સંસ્થા ઓ. હિ. નાઝર આયુર્વેદ કોલેજ સુરતના આચાર્ય વૈદ્યા કીર્તિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યશાળામાં યુનિવર્સિટી સંલગ્ન ર૩ કોલેજોમાંથી ૩૬ અધ્યાપકો સહિત કુલ ૪પ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ર૧ પથ્ય આહાર કલ્પનાઓનું પ્રસ્તૃતિકરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ કલ્પનાઓના માહિતી વિષયક વીડિયો લોક ભોગ્ય ભાષામાં યુનિવર્સિટીની યુ-ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial