Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેરના નાના બહેનનું હૃદયરોગના હુમલાથી નિધન

યુવાવર્ગમાં હાર્ટએટેકનો વધુ એક કિસ્સો

ખંભાળિયા તા. ૨૬ઃ નાની ઉંમરના યુવાવર્ગમાં એટેકથી વધુ એક મોત  થયું છે. દ્વારકા જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેરના નાના બહેનનું હૃદયરોગના હુમલામાં ૨૭ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણાં સમયથી નવ યુવાનો તથા નાની ઉંમરના આશાસ્પદ યુવાન- યુવતીઓ મૃત્યુ પામવાના બનાવો બને છે તેમાં ગઈકાલે એક વધુ કરૂણ બનાવ બન્યો હતો.

ખંભાળિયાના રાજપૂત અગ્રણી વિજયિસંહ કરશનજી વાઢેર ગાગાવાળાના પુત્રી યોગીતાબેન ઉ.વ. ૨૭ જેઓ ભાજપ જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહના નાના બહેન થાય તેઓ ગઈકાલે સવારે ઘરકામ કરતા હતા ત્યારે પડી જતાં તેમને તાકીદે હોસ્પિટલે ખસેડાયા હતા પણ રસ્તામાં જ બે એટેક આવી જતાં હોસ્પિટલે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં.

મૃતકને ઓચિંતા હૃદયરોગનો હુમલો આવતા પડી ગયા હતા તથા તે પછી બ્રેઈન સ્ટોક બે આવતા આ અપરિણીત રાજપૂત યુવતીનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.

સાંજે મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો તથા ભાજપ અગ્રણીઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh