Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'કૌન બનેગા મુખ્યમંત્રી !'ઃ સસ્પેન્સ યથાવત્
મુંબઈ તા. ૨૬ઃ મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થયા પછી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઔપચારિક રીતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મહાયુતિને પ્રચંડ બહુમતી મળ્યા પછી હવે કોણ મુખ્યમંત્રી બનશે, તેનું સસ્પેન્સ આ લખાય છે ત્યાં સુધી રહ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળી છે. શિવસેના (શિંદે જૂથ)ના વિધાયક દળના નેતા એકનાથ શિંદે ચૂંટાયા છે. જ્યારે એનસીપી (અજિત પવાર જૂથ)ના ધારાસભ્ય દળના નેતા અજિત પવાર ચૂંટાયા છે. હવે ભાજપ ધારાસભ્યદળની બેઠક યોજાવાની છે અને નેતાની પસંદગી થવાની છે.
મહારાષ્ટ્રમાં ત્રણેય પક્ષો બેસીને મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેશે ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદ માટે આગળ ચાલી રહ્યું છે. જો કે, શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓ પણ એકનાથ શિંદે પર સીએમ પદ પર રહેવા માટે દબાણ કરી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મોટી સફળતા મળી છે. રાજ્ય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપે ૧૩૨ બેઠક જીતી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ વખતે મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જશે.
સૂત્રોના જણાવ્યાનુસાર નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે. તેમના નામની આજે જ જાહેરાત કરવામાં આવશે. પહેલાની જેમ નવી સરકારમાં પણ બે ડેપ્યુટી સી.એમ. હશે. શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી. (અજિત પવાર)માંથી એક એક ડે. સી.એમ. હશે. અજિત પવાર એનસીપીના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે. એટલે શિંદે શિવસેનાના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે. વિધાનસભાનો કાર્યકાળ આજે એટલે કે ૨૬મી નવેમ્બર સુધી જ છે. જોકે, નવા મુખ્યમંત્રીના શપથની તારીખ નક્કી કરવામાં આવી નથી. ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial