Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રીઃ ઠંડી વધી

બે ડિગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૨૬ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો.

જામનગરમાં ગત બે દિવસમાં ન્યુનતમ તા૫માન ૩.૫ ડિગ્રી સુધી વધી જતા ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં વધારો થયો હતો. ગત મોડી રાતથી લઈને આજે વહેલી સવાર સુધી ખાસ કરીને નગરસીમ અને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર વધારે ઠંડી અનુભવાઈ હતી.

નગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં કોઈ ઉતાર-ચઢાવ નોંધાયો નથી અને તે ૨૯.૫ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા ઘટીને ૬૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh