Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૧૬ પ્રવાસન કેન્દ્રમાં ભારે ભીડ
દ્વારકા તા. ૨૬ઃ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર પ્રત્યે અનેરૃં આકર્ષણ છે. આ વર્ષે દિવાળીના રજાઓ દરમિયાન તા. ૨૬ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન રાજ્યના ૧૬ જેટલા પ્રવાસન આકર્ષણો તેમજ યાત્રાધામોમાં ૬૧.૭૦ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
આ સમયગાળામાં રાજ્યના પ્રસિદ્ધ આકર્ષણો અને યાત્રાધામ જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ બ્રીજ, રીવર ફ્રન્ટ, ફ્લાવર પાર્ક, કાંકરીયા તળાવ, પાવાગઢ, અંબાજી મંદિર, ગીરનાર રોપ વે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્યમંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારકમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં.
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં દ્વારકામાં સોથી વધુ ૧૩ લાખથી વધારે ભાવિકો ઉમટ્યા હતાં અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial