Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિઝન ફોર વિકસિત ભારત - ૨૦૨૪
જામનગર તા. ર૬ઃ ભારતીય શિક્ષણ મંડળ યુવા આયામ દ્વારા વિઝન ફોર વિકસિત ભારત-ર૦ર૪ નામની અખિલ ભારતીય રિસર્ચ પેપર રાઈટીંગ કોમ્પિટિશન ગુરુગ્રામની એસ.જી.ટી. યુનિવર્સિટીમાં યોજાઈ હતી.
છેલ્લા ત્રણ મહિનાથી ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીસર્ચ પેપર રાઈટીંગની કાર્યશાળાઓથી લઈને શોધપત્ર લેખન અને ત્યારપછી પ્રાંત સ્તરે શોધપત્રની પસંદગી થઈ હતી. જેના જામનગરના લોહાણા કન્યા છાત્રાલયની ૬ બહેનોની પસંદગી થઈ હતી, તેમજ સીયા ૫ાબારી અને રિદ્ધિ રૂપારેલે સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લોહાણા કન્યા છાત્રાલયના ગૃહમાતા ભાવનાબેન પોપટે માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. સીયા પાબારી તથા રિદ્ધિબેનને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર શિક્ષણ મંડળના પ્રાંત અધિકારી જયેશભાઈ તન્નાએ પણ સહકાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં આરએસએસના સંઘ સંચાલક મોહન ભાગવત, ઈસરોના ચેરમેન એસ. સોમનાથ, નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યારર્થી, નેવીના એડમીરલ દિનેશ ત્રિપાઠી, મનમોહન વૈદ્ય જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ભારતમાંથી ૧ર૦૦ જેટલા રિસર્ચ સ્કોલર્સે ભાગ લીધો હતો.
જામનગરના લોહાણા કન્યા છાત્રાલયની બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ જામનગરનું તેમજ લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial