Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના બેહ ગામમાં સાળાએ બનેવી પર કુહાડી વડે હુમલો કર્યાે

બહેનનું ઉપરાણું લઈ બે ભાઈ તૂટી પડ્યાઃ

જામનગર તા. ૨૬ઃ ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં રહેતી એક મહિલાએ પોતાના પર પાઈપ-કુહાડી તથા લાકડી વડે હુમલો કરવા અંગે પોતાના પતિ, જેઠ અને સાસરિયાના અન્ય સભ્યો મળી કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત વળતી ફરિયાદમાં પતિએ પણ પોતાના પર તથા અન્ય પર હુમલો કરવા અંગે પોતાના બે સાળા સામે ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં રહેતા જીવીબેન જીવાભાઈ હરગાણી (ઉ.વ.૪૬)એ પોતાના પર લોખંડના પાઈપ-કુહાડી, લાકડી વડે હુમલો કરી માથામાં પાંચથી સાત ટાંકા તથા ઈજા કરવા અંગે તેમજ શરીરે મુંઢ માર મારવા અંગે પોતાના પતિ જીવાભાઈ મૂળુભાઈ હરગાણી, ગોપાલભાઈ મૂળુભાઈ હરગાણી, થારીયાભાઈ મૂળુભાઈ હરગાણી, પ્રતાપભાઈ ગોપાલભાઈ હરગાણી, અને દેવીયાભાઈ થારીયાભાઈ હરગાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે પતિ દ્વારા પણ વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી. ત્યારે બહેનનું ઉપરાણંુ લઈ આવેલા બે ભાઈએ પોતાના બનેવી પર કુહાડી અને લાકડી વડે હુમલો કર્યાે હતો. આ સમયે વચ્ચે છોડાવવા પડનાર અન્ય બેને પણ ઈજા પહોંચી હતી.

ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જીવાભાઈ મૂળુભાઈ હરગાણી (ઉ.વ.૪૫) અને તેમના પત્ની વચ્ચે તા.ર૪ની રાત્રે બોલાચાલી થઈ હતી. આ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાની જાણ પત્નીના ભાઈઓ માયાભાઈ કચરાભાઈ જામ અને દેવાણંદભાઈ કચરાભાઈ જામ (રહે. માળી, તા. કલ્યાણપુર)ને થઈ જતાં તેઓ બંને બહેનની વ્હારે આવી ચડ્યા હતા અને કુહાડી વડે પોતાના બનેવી જીવાભાઈ પર હુમલો કર્યાે હતો. જેમાં જીવાભાઈને માથામાં તેમજ હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. આ સમયે તેઓએ બૂમાબૂમ કરતા ગોપાલભાઈ, મટુબેન તથા દેવ્યાભાઈ બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. આથી બંને ભાઈએ તે ત્રણેય પર કુહાડી તથા લાકડીથી હુમલો કર્યાે હતો. જેમાં ત્રણેયને પણ ઈજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવ અંગે જીવાભાઈ હરગાણીએ પોતાના બંને સાળાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઈન્સ. એમ.આર. બારડે તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh