Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ પર આતંકી હુમલાની ૧૬મી વરસી
મુંબઈ તા. ૨૬ઃ મુંબઈ પર આતંકી હુમલાની ૧૬મી વરસી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી, વિગેરેએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તે ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી, મંત્રીમંડળના સભ્યો, વગેરે મહાનુભાવોએ પણ આ આતંકી હુમલા દરમ્યાન લોકોના જાનમાલના રક્ષણ માટે સર્વોચ્ચ હુમલા દરમ્યાન લોકોના જાન-માલના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન્, સી.એમ. એકનાથ શિંદે અને ડે. સીએમ. દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારે મંગળવારે મુંબઈ આતંકી હુમલાની ૧૬મી વરસી પર શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૮માં ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલામાં ૨૦ જવાન, ૨૬ વિદેશીઓ સહિત ૧૭૪ લોકો માર્યા ગયા હતા. અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ પણ શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ લખ્યું - કૃતજ્ઞ રાષ્ટ્ર અને તેના બહાદુર સુરક્ષા જવાનોને સલામ કરે છે. જેમણે આપણા લોકોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - આતંકવાદ સમગ્ર માનવ સભ્યતા પર એક કલંક છે. આતંકવાદ સામે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિની સમગ્ર વિશ્વ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે અને આજે ભારત આતંકવાદ વિરોધી પહેલોમાં વિશ્વનેતા બની ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial