Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સહકાર સપ્તાહની જિલ્લા સહકારી સંઘે કરી ઉજવણીઃ યોજનાકીય માહિતી અપાઈ

અખિલ ભારત સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત

જામનગર તા. ૨૩ઃ ૭૧ મા અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી કાર્યક્રમના ભાગ રૂપે તાજેતરમાં જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્તાહ ઉદ્ઘાટન તેમજ ધ્વજવંદન કાર્યક્રમની સાથે 'સહકાર મંત્રાલયની અનેકવિધ પહેલના માધ્યમ દ્વારા સહકારી ચળવળને સુદૃઢ બનાવવી' વિષય ઉપર એક સેમિનાર જામનગર જિલ્લા સહકારી સંઘ, જામનગરની કચેરીમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સરકારી સંઘ, અમદાવાદના માનદ્મંત્રી, રાજકોટ જિલ્લા સહકારી બેંક લિ., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જસદણના ચેરમેન અરવિંદભાઈ તાગડિયાના વરદ્હસ્તે સહકારી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય સહકારી સંઘના કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સહકારી ચળવળની સિદ્ધિઓ અને સાફલ્સ ગાથા અંગે જનજાગૃતિ લાવવાનો અને સહકારી ચળવળને વધુ સુદૃઢ કરવા માટે તેમજ વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિથી અવગત થાય અને તેની સાથે જોડાઈને તેમનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને સહકારી પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવવાનો છે.

જુલાઈ-ર૦ર૧ થી શરૂ કરવામાં આવેલ સહકાર મંત્રાલય દ્વારા દેશની સહકારી પ્રવૃત્તિને એક નવી દિશા અને આયામ આપવાની સરકારશ્રીની નેમ છે. સાથે સાથે સહકાર મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રે સરકાર દ્વારા અનેક રાહતો અને પ્રોત્સાહનો આપવામાં આવેલ છે, જેમાં સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરીને મલ્ટી પરપઝ બનાવવી, રાષ્ટ્રીય ડેટાબેઝ ઊભો કરવો, સહકારી યુનિવર્સિટીની સ્થાપના વિગેરેનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતભાઈ સી. વિરાણીએ પ્રમુખસ્થાનેથી જણાવેલ કે ગુજરાતમાં ૮૯,૦૦૦ જેટલી વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ તેના સભાસદોના આર્થિક અને સામાજિક વિકાસ માટે કાર્ય કરી રહી છે. જેમાં ૧૦,૦૦૦ જેટલી સેવા સહકારી મંડળીઓ અને ૧૭,૦૦૦ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ હરિયાળી અને શ્વેત ક્રાંતિ લાવી છે. વધુમાં તેઓએ સહકાર મંત્રાલયની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, સહકાર મંત્રાલયની સૂચના મુજબ સહુએ અમલવારી કરીને સહકારી પ્રવૃત્તિને વધુમાં વધુ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ પૃથ્વીરાજ એ. ચૌહાણ, માનદ્મંત્રી દેવકરણભાઈ ભાલોડિયા તેમજ વશરામભાઈ ચોવટિયા, સંઘની શિક્ષણ સમિતિના ચેરમેન છગનભાઈ એમ. પટેલ અને અન્ય ડાયરેક્ટરશ્રીઓ તથા અન્ય સહકારી સંસ્થાઓના પ્રમુખો, મંત્રીઓ, કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રજ્ઞેશ પી. નાકરાણીએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh