Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયાનું આંદોલનનું અલ્ટીમેટમ
જામનગર તા. ૨૬ઃ ગુજરાતમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કુદરતી આફતમાંથી હજી ઉગર્યા નથી ત્યાં જામનગર જિલ્લાના ખેડૂતોને પડયા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. શિયાળુ પાકના વાવેતર ટાણે જ ખાતરની જંગી અછતના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને સમયસર શિયાળુ પાર્કનું વાવેતર કરી શકે તેમ નથી.
જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયાએ જામનગર જિલ્લાના ખેડૂતોને તાકિદે પૂરતા જથ્થામાં ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે. જો સરકાર દ્વારા ખેડૂતોના ખાતર સહિતના પ્રશ્નો અંગે કોઈ ઉકેલ નહીં આવે તો ખેડૂતો સાથે આંદોલનનું અલ્ટીમેટમ આપ્યું છે.
જામનગર જિલ્લામાં ખેડૂતોની ખાતરને લઈને ખરાબ હાલત છે. વિશેષ રીતે જામનગર તાલુકા વિસ્તારના ગામડાના ખેડુત અને કાલાવડ તાલુકા વિસ્તાર, જામજોધપુર તાલુકા વિસ્તારના ખેડૂતો વધુ સંકટમાં છે. આ સંબંધે તંત્રને જગાડવા માટે કોંગ્રેસ તરફથી પુરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે, આવેદન પત્રો અપાયા છે પરંતુ અફસોસની વાત છે કે હજુ સુધી ખેડૂતોના મહત્ત્વના પ્રશ્ન સંબંધે ઘોર ઉદાસીનતા દેખાડવામાં આવી રહી છે.
ચોમાસામાં અતિ ભારે વરસાદ થયો, કમોસમી વરસાદ પણ થયો જેના કારણે ખેડૂતોના ઉભા મોલ તણાઈ ગયા, ખેતરો ધોવાઈ ગયા, ખુબ જ નુકસાની વેઠવી પડી, આ પછી ગુજરાત સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની મોટા ઉપાડે જાહેરાત તો કરવામાં આવી પરંતુ યોગ્ય માપણી કરાઈ નથી અને પૂરતુ વળતર પણ અપાયું નથી, એ બાબતને લઈને પણ ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે.
આ સમસ્યા ઉભી છે ત્યાં શિયાળુ પાકના વાવેતરની આડે પણ ખાતર નામનો ગ્રહણ લાગ્યો છે અને પૂરતા પ્રમાણમાં ખેડુતોને ખાતર મળતું નહિં હોવાથી જામનગર જિલ્લાના ખેડૂતો શિયાળુ પાક મેળવવાથી પણ વંચિત રહી જાય એવી પુરેપુરી ભીતિ છે.
ભારે અફસોસની વાત છે કે દરેક ચૂંટણી વખતે ખેડૂતોને મોટા મોટા વચનો આવપામાં આવે છે, ધરતી પુત્રોનું કલ્યાણ થઈ જશે એવા દિવા સ્વપ્ન દેખાડવામાં આવે છે પરંતુ સત્તામાં આવી ગયા પછી કેવી રીતે મોઢું ફેરવી લેવાય છે તેનો આ જીવતો જાગતો અને દુઃખદ દાખલો છે.
ગુજરાતના કૃષિમંત્રી જામનગર જિલ્લા જ વતની છે અને ભૂતકાળમાં એમણે ખેડૂતોની સમસ્યાઓને લઈ ખુબ વાતો કરી છે, એટલે તેઓ અજાણ હોય એવું તો હરગીઝ માની શકાય નહિં, ત્યારે એમના તરફથી પણ પૂરતા પ્રયત્ન નહિં થયા હોવાનું અફસોસજન ચિત્ર ઉપસે છે.
આ અંગે ગુજરાત સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આવેદન પત્રો આપ્યા છે, અતિવૃષ્ટિમાં નુકસાન પામેલા ખેડૂતોને તાકિદે વળતર મળે, જમીનની યોગ્ય માપણી થાય અને વર્તમાન ખાતરની જે સમસ્યા છે તેનો તાકીદે ઉકેલ આવે, જો આમ નહિં થાય તો જામનગર જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ મનોજ કથીરીયા ખેડૂતો માટે રસ્તાઓ પર ઉતરી ઉગ્ર લડત ચલાવવામાં આવશે, આ પુર્વે રાજય સરકાર પ્રશ્નોના નિરાકરણ લાવે તે માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial