Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈના રૂઈઆ હાઉસમાં શ્રધ્ધાંજલિ અને અંતિમ દર્શન પછી સાંજે ચાર વાગ્યે અંતિમ યાત્રાઃ
મુંબઈ તા. ૨૬ઃ એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક અને ચેરમેન શશિકાંત રૂઈયાનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. એસ્સાર ગ્રુપના ચેરમેન ઉદ્યોગપતિ શશિકાંત રૂીયાએ ભારતના કોર્પોરેટ લેન્ડ સ્કેપને પુનઃ વ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એસ્સાર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક સમૂહ બનાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એસ્સાર ગ્રુપના પ્રણેતા શશિકાંત રૂઈયાનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. પાર્થિવ દેહના અંતિમ દર્શન બપોરે ૧ થી ૩ વાગ્યા સુધી રૂઈયા હાઉસ કરી શકાશે. રૂઈયાની સ્મશાન યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે. શશિકાંત રૂઈયાના ભાઈ રવિ રૂઈયાએ આ અંગે જાણકારી આપી હતી.
એસ્સાર ગ્રુપના કો-ફાઉન્ડર અને તેમના ભાઈ રવિ રૂઈયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખૂબ જ દુઃખ સાથે અમે જણાવી રહ્યા છીએ કે, એસ્સાર પરિવારના વડા શશિકાંત રૂઈયાનું ૮૧ વર્ષે નિધન થયું છે. સામુદાયિક ઉત્થાન અને પરોપકાર માટે અતૂટ પ્રતિબદ્ધતા સાથે, તેમણે લાખો લોકોના જીવન કલ્યાણ માટે કામો કર્યા છે.
વડાપ્રધાન મોદીએ શોક વ્યકત કરતાં ટવિટ કર્યું હતું કે, શશિકાંત રૂઈયા ઉદ્યોગ જગતમાં એક દિગ્ગજ વ્યકિત હતા. તેમની નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને લીધે ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવી છે. તેમણે ઈનોવેશન અને ગ્રોથના ઉંચા માપદંડો નિર્ધારિત કર્યા હતા. તેઓ હંમેશાં દેશના વિકાસ માટે યોગદાન આપતાં રહ્યા છે. તેમના નિધન પ્રત્યે અત્યંત દુઃખ છે.
શશિકાંત રૂીયાએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના બદલે ૧૭ વર્ષની વયે ફેમિલી બિઝનેસ કરવાનું પસંદ કર્યું હતું. કન્સ્ટ્રકશન અને એન્જિનિયરિંગ પર ફોકસ કરતાં ભાઈ રવિ રૂઈયા સાથે મળી એસ્સાર ગ્રુપનો ૧૯૬૯માં પાયો નાખ્યો હતો. શરૂઆતમાં કન્સ્ટ્રકશન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામગીરી શરૂ કરી હતી. ૧૯૮૦ સુધીમાં તેઓ ઓઈલ એન્ડ ગેસના મર્જર સાથે એનર્જી સેકટરમાં પ્રવેશ્યા હતા. ૧૯૯૦માં સ્ટીલ અને ટેલિકોમ ક્ષેત્રે વિસ્તરણ કર્યું હતું. એસ્સાર ગ્રુપને પહેલો ઓર્ડર મદ્રાસ પોર્ટ ટ્રસ્ટ તરફથી ૨.૫ કરોડનો મળ્યો હતો. આજે ટેલિકોમ, બીપીઓ, ઓઈલ અને ગેસ સેકટરના બિઝનેસની પોર્ટફોલિયો સાઈઝ ૪૦ અબજ ડોલરથી વધુ છે, બિઝનેસ ૫૦ થી વધુ દેશોમાં વિસ્તરેલો છે.
પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક ઉદ્યોગપતિ, તેમણે તેમના પિતા નંદ કિશોર રૂઈયાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૫માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ વડાપ્રધાનના ભારત- યુએસ સીઈઓ ફોરમ અને ભારત- જાપાન બિઝનેસ કાઉન્સિલના સભ્ય હતાં. સામાજીક કલ્યાણ અને પરોપકારની તેમની કર્મનિષ્ઠા થકી તેઓ કરોડો લોકોના જીવનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial