Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીના સંસદ સંકુલમાં સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમઃ
નવી દિલ્હી તા. ૨૬ઃ આજે બંધારણની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી સંસદ સંકુલના સેન્ટ્રલ હોલ (સંવિધાન ભવન) માં થઈ રહી છે. આ ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીઓ અને સાંસદો વગેરે ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી, મંત્રીઓ અને સાંસદો વગેરે ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતીય બંધારણ એ દેશનો સૌથી પવિત્ર ગ્રંથ છે.
આજે બંધારણની ૭૫મી વર્ષગાંઠ છે. ત્યારે દિલ્હીમાં સેન્ટ્રલ હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસભા સ્પીકર, રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે. મહત્ત્વનું છેકે, વર્ષ ૨૦૧૫ થી સંવિધાન દિવસની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ સંબોધન કરતા જણાવ્યું છે કે, સંવિધાન આપણા દેશનો સૌથી પવિત્ર ગ્રંથ છે. ભારત લોકતંત્રની જનની છે. મહિલા સભ્યોના યોગદાનને નમન કરું છું. આપણું સંવિધાન સમાવેશી અને પ્રગતિશીલ છે. દેશની વિભિન્નતાને સંવિધાનને કારણે અભિવ્યક્તિ મળી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણું બંધારણ પ્રગતિશીલ અને સર્વસમાવેશક છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ અને બંધારણના આદર્શો છે. બંધારણ એ જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણું બંધારણ અન્ય દેશો માટે એક મોડેલ છે. સામાજિક ન્યાયના ધ્યેયો બંધારણ દ્વારા પ્રાપ્ત થયા હતા. નારી શક્તિ વંદન કાયદા દ્વારા મહિલા સશક્તિકરણ પ્રાપ્ત થયું.
લોકસભાના સ્પીકર ઓમ બિડલાએ કહ્યું કે, આ દિવસે ૭૫ વર્ષ પહેલા આપણું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. આજે સમગ્ર દેશ બંધારણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છે. ૨૦૧૫માં અમે ૨૬મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. અમારો કરાર વર્ષોની મક્કમતા, શક્તિ અને ક્ષમતાનું પરિણામ છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે. અમે બંધારણના અમલની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ ૭૫ વર્ષોમાં અમે ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ બધું બંધારણના કારણે જ શક્ય બન્યું છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા ૭૫ રૂપિયાનો વિશેક સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ ટપાલ ટિકિટનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારતના સંવિધાન નિર્માણની એક ઝલક અને ભારતના સંવિધાનનું નિર્માણ અને તેની ગૌરવશાળી યાત્રા નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ બન્ને પુસ્તકો અંગ્રેજી તથા હિંદી ભાષામાં ઉપલબ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial