Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનકવાસી જૈન મોટા સંઘ- ચાંદીબજારના આંગણે
જામનગર તા. ૨૬ઃ જામનગર સ્થિત સ્થાનકવાસી જૈન મોટા સંઘ- ચાંદીબજારના આંગણે ચિ. હેતભાઈ તુરખીયા (ઉ.વ. ૧૩) ના ભાગવતી તથા મહોત્સવ અને ધાર્મિક આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબની નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના ચાંદીબજાર સ્થિત શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે રત્નકૃક્ષિણી અ.સૌ. દેવલબેન તથા નિતીનભાઈ કિરીટભાઈ તુરખીયાના પુત્રરત્ન ચિ. હેતભાઈ (ઉ.વ. ૧૩) ના ભાગવતી દીક્ષા મહોત્સવ અને ધાર્મિક આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલ સંપ્રદાયના પ.પૂ.બા.બ્ર. રાજેશમુનિજી મ.સા. આદીઠાણાઓ તથા સતીરત્નોની પાવન નિશ્રામાં આ પાવન કાર્ય સંપન્ન થશે. તેઓનું આગમન તા. ૨૭-૧૧ના જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆનો ડેલો, જામનગરમાં થશે. દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ હસ્તે સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી આ દીક્ષા પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે.
ચિ. હેતભાઈની દીક્ષા પ્રસંગે ધાર્મિક આરાધના મહોત્સવ કાર્યક્રમ તા. ૨૭-૧૧ થી તા. ૨૦-૧૨ સુધી યોજાશે. જેમાં સર્વેએ સવારે ૮ થી ૮ઃ ૩૦ વાગ્યા દરિમયાન પ્રવેશ મેળવી લેવો. સવારે ૯ઃ ૧૫ થી ૧૦ઃ૩૦ વ્યાખ્યાન, ૧૦ઃ ૪૫ થી ૧૧ઃ૪૫ વાંસણી, ૧૧ઃ૪૫ થી ૧૨ઃ૪૫ દીક્ષાના સ્તવન, બપોરે ૨ થી સાંજના ૪ઃ૩૦ શિબિર (મ.સા. તથા મહાસતી જીયોની અનુકુળતા પ્રમાણે કરાવશે), સાંજે ૬ થી ૭ પ્રતિક્મણ, ૭ થી ૮ પ્રશ્નોતરી (જ્ઞાન-ધ્યાન), રાખવામાં આવી છે. ઉપરોકત દિવસો દરિમયાન બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે અને સાંજે ૫ વાગ્યે ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાને સાધર્મિક ભકિત માટે શ્રી લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં જમવાનું રાખવામાં આવ્યું છે.
તા. ૧-૧૨ થી તા. ૪-૧૨ સુધી બપોરે ૩ઃ૩૦ થી ૪ઃ૩૦ દીક્ષા મહોત્સવ નિમિતે સાંજી રાખવામાં આવી છે. તા. ૨૭-૧૧ થી તા. ૫-૧૨ દરમિયાન સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ માટે એકાસણા, દયાવ્રત તથા નવ સામાયિકનું આયોજન કરવામાં આવ્યું છે.
દાતા પરિવાર તરફથી એકાસણા- દયાવ્રત તથા નવ સામાયિકનું આયોજન જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીયાના ડેલામાં કરવામાં આવેલ છે. જેમાં સવારે ૮ થી ૮-૩૦ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. બપોરે ૧૨ થી ૧૨ઃ૩૦ સુધીમાં સામાયિક પૂર્ણ થયે અન્ય સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં પાંચ, ચાર અને ત્રણ સામાયિકનો સમય ઉપરોકત મુજબ રાખવામાં આવ્યો છે. એકાસણા કરનાર તપશ્વીઓને કોઈ નજીકના ઉપાશ્રયે બિરાજતા સંત- સતીજીયો પાસે પ્રત્યાખ્યાન લેવાના રહેશે. ઉપરોકત ત્રણેય તપ કરનાર તપસ્વીઓને બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે શ્રી લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં સાધર્મિક ભકિતમાં જમવા પધારવા વિનંતી કરવામાં આવી છે.
શ્રી હાલારી સંપ્રદાયના ૪, પટેલ કોલોનીમાં આવેલ ઉપાશ્રયમાં હાલ પ.ર.બા.બ્ર. કેશવજીમુનિ મ.સા. આદી ઠાણા-પ બિરાજી રહ્યા છે. તે ઉપાશ્રયના શ્રાવક- શ્રાવિકાઓને તેમની સાધના ત્યાં મહારાજ સાહેબના સાંનીધ્યમાં ૪.૫ સામાયિકનું આયોજન હિતેશભાઈ અને હસમુખભાઈ જે રીતે ગોઠવે તે રીતે પૂર્ણ થયા પછી તા. ૨૭-૧૧ થી તા. ૨૦-૧૧ સુધીમાં શ્રી લોકાગચ્છ જ્ઞાતિની વાડી, ચાંદી બજારમાં સાધર્મિક ભકિતમાં પધારવા સંઘમાતા પરિવાર દ્વારા જણાવાયું છે.
પ.પૂ.બા.બ્ર. રાજેશમુનિજી મ.સા. ચિ. હેતભાઈના દિશ્રાદાતા છે. તા. ૫-૧૨ ના સવારે ૯ઃ૩૦ વાગ્યે મહાભિનષ્ક્રમણ યાત્રા સંઘમાતા નિવાસ સ્થાન ખુશ્બુ વાડી થી પગપાળા શરૂ થશે અને આ યાત્રા દીક્ષા ભૂમિ
શ્રી ડુંગરગુરૂરાજ પ્રવજ્યા પટાંગણ, સંઘમાતા હેમલતાબા શૈક્ષણિક સંકુલ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ કમ્પાઉન્ડ, સાત રસ્તા જામનગરમાં પૂરી થશે. દીક્ષાની ઘડી સવારે ૧૦ઃ ૩૦ થી બપોરના ૧ઃ ૧૫ સુધી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial