Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા ગામડા-શહેરોમાં લાખો બાળકોને નિઃશૂલ્ક શેરી રમતો રમાડી
નવરંગ નેચર કલબ રાજકોટ સંસ્થા દ્વારા દેશી રમતો (શેરી રમતો) રમાડવામાં આવે છે. ૩ વર્ષના બાળકો થી લઈને મોટી ઉમરના લોકો માટે આ દેશી રમતોનું આયોજન કરવામાં આવે છે. અત્યારે મોબાઈલના યુગમાં આપણી દેશી રમતો વિશરાઈ રહી છે ત્યારે નવરંગ નેચર ક્લબ દ્વારા આ રમતો બાળકોને રમાડવામાં આવી રહી છે.
નાના બાળકોને મોબાઈલની રમતો માંથી બહાર કાઢી અને મેદાનની દેશી રમતો રમાડવા માટે નવરંગ નેચર કલબ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શેરી રમતોની મજા એ છે કે થોડી જગ્યામાં થોડા લોકો સાથે આ રમતો રમી શકાય છે. અને તેના ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે.
શેરી રમતોથી બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ આ શેરી રમતો ખૂબ ઉપયોગી થાય છે. એકાગ્રતામાં વધારો થાય છે.
સ્નાયુ-સહનશક્તિમાં વધારો થાય છે, હ્યદય રૂધિર વાહિની અને શ્વાસન સહ શક્તિ પણ વધે છે. અને રમત-ગમત એટલે જ રમવું આનંદિત રહેવું તેમજ સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મ વિશ્વાસમાં પણ વધારો થાય છે.
આજના યુગમાં નાના બાળકો થી લઈ વિદ્યાર્થીઓ, મોટાઓ મોબાઈલની રમતો વ્યસ્ત રહેતાં હોય છે અને અન્ય ક્રિકેટ સિવાયની બીજી આપણી દેશી રમતો લુપ્ત થતી જાય છે ત્યારે આ રમતોને ઉજાગર કરવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નવરંગ નેચર ક્લબ દ્વારા ગામડે-ગામડે તેમજ શહેરમાં કોઈ પણ જગ્યાએ આ રમતો રમાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ર૦રર/ર૩ની સાલમાં ૩૧૦૦૦ બાળકોને આ શેરી રમતો વિનામૂલ્યે રમાડવામાં આવી છે. વર્ષ ર૦૧૬માં કુલ ૧પ૦૦૦૦ (દોઢ લાખ) જેટલા બાળકોને આ રમતો રમાડેલ છે. આ શેરી રમતો રમાડયા પછી સંસ્થા દ્વારા પોષણ યુક્ત નાસ્તો (ગાજ, બીટ, ટમેટા, કાકડી, જામફળ, બોર, દાડમ) પણ કરાવવામાં આવે છે.
આ રમતમાં ખાસ લંગડી, ખોખો, નારગોલ, દોરડા કુદ, આંધળો પાટો, છૂટ દડો, લીંબુ ચમચી, કોથડા દોડ, સંગીત ખુરશી, રેલગાડી, દોરડા ખેંચ, ધમાલીયો ધોકો, કબડી, કમાન્ડો બ્રિજ, ફુંક મારી ફૂગો ફોડવો, પૈંડા ફેરવવા, પૈડામાંથી પસાર થવું, લાંબી કુદ, જેવી ૩૧ (એકત્રીસ) જેટલી રમતો રમાડાવામાં આવે છે.
ચાલુ વર્ષે (ર૦ર૪-રપ)માં અનેક શહેરો-ગામડાઓમાં ર૬ તાલુકાની ૪૦૦ જેટલી શાળાઓના કુલ પ૦,૦૦૦ બાળકોને શેરી રમતો રમાડવાનું આયોજન થઈ ગયેલ છે. નવરંગ નેચર ક્લબના ૭ સભ્યો વિ. ડી. બાલા, મહેશભાઈ ભીંભા, પરેશભાઈ હાથલિયા, દિપકભાઈ કોયાણી, ઈલિયાસભાઈ કુરેશી, દિપકભાઈ કોયાણી, દિલસુખભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, દામજીભાઈ ગોહિલ, હરેશભાઈ જીવાણી જે અલગ-અલગ તાલુકામાં રહે છે અને શિયાળાની સિઝન દરમિયાન સ્કૂલોમાં શેરી રમતો રમાડવા જાય છે.
જામનગરમાં પણ કોઈ સંસ્થા, સ્કૂલ, યોગકોચ સેન્ટારોમાં આવી રમતો રમાડવાની કોઈની ઈચ્છાઓ હોય તો વિનામૂલ્યે નવરંગ નેચર સંસ્થાના પ્રમુખ વિ. ડી. બાલા (મોબાઈલ નંબર ૯૪૨૭૫ ૬૩૮૯૮) પર સંપર્ક કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial