Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાની મોટી ગ્રામ પંચાયત
ખંભાળિયા તા. ૨૬: દ્વારકા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ધરમપુરની પાણી પુરવઠા યોજનાનું કામ અંતિમ તબકકામાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ધરમપુર ખંભાળિયા કે જેમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન વારંવાર બનતા તત્કાલીન સરપંચ લાલજીભાઈ ખાખી ૫૦-૫૦ ટેંકરો રોજના ચલાવડાવીને પાણી પૂરૃં પાડતાં હતા આ ધરમપુરને વાસ્મો યોજનામાં પીવાનું પાણી મળે તે માટે પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડા, મેઘજીભાઈ કણઝારીયા, અગ્રણી સ્વ. હરીભાઈ નકુમ વિ.એ જહેમત કરીને સાંસદ પૂનમબેન માડમ તથા રાજયમંત્રી મૂળુભાઈ બેરાની મદદથી ૧૦ કરોડ ઉપરાંતની વાસ્મોની પાણી પુરવઠા યોજના મંજુર કરાવી જે યોજના થોડા સમયમાં કાર્યાન્વીત થશે.
અગ્રણીઓ રસીકભાઈ નકુમ, સંજયભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણઝારીયા સરપંચ રાકેશભાઈ નકુમ વિ. દ્વારા વારંવાર સંકલનથી કામ કરતા હાલ ઘી ડેમ સંપ પરથી ધરમપુર મેઈન લાઈનો પડી ગઈ છે જેને તાજેતરમાં ચોમાસામાં નુકસાન થયું હતું જેનું રીપેરીંગ ચાલુ છે ત્યારે હાલ ધરમપુરના જુદા- જુદા વિસ્તારોમાં પાઈપલાઈનોમાં ઘોડી ફીટીંગ કરી લાઈનોના લેવલીંગની કામગીરી ચાલુ થઈ છે.
ચારેક હજાર કનેકશનઃ ૧૦ કરોડની યોજના
ધરમુપરની વાસ્મો આધારીત આ પાણી પુરવઠા યોજના ઘી ડેમ, નર્મદાનું પાણી જેવા સ્ત્રોતોથી ચાલશે તથા આ યોજનામાં ચાર હજારથી વધારે નળ જોડાણો આપવામાં આવશે તથા પાણીના ટાંકા, સંપ ઉભા કરીને પાણીનું વિતરણ થશે. ૧૦ કરોડની આ યોજના માટે લોકફાળામાં લોકોએ કનેકશન દીઠ રૂ. ૨૫૦૦ લેખે એકાદ કરોડ ઉપરાંતની રકમ પણ ઘણા સમયથી ભરી દીધી છે. લાઈન રેગ્યુલર થતાં એક પછી એક વિસ્તારમાં ટેસ્ટીંગ કરીને પાણી આપવાની શરૂઆત પણ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial