Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવા કોંગ્રેસ/એનએસયુઆઈ દ્વારા
જામનગર તા. ૨૬ઃ હાલ શિયાળાનો સમય શરૂ થયો છે જેના અનુસંધાને વિદ્યાર્થીઓને સ્વેટર/જેકેટની જરૂરિયાત હોય તે અનિવાર્ય છે પરંતુ ઘણી બધી શાળાઓ પોતાના કમીશન માટે ચોક્કસ કલર પાતળા કાગળ જેવા સ્વેટર/જેકેટનો આગ્રહ રાખતી હોય છે અને એ પોતે નક્કી કરેલી એજન્સી પાસે જ મળે છે. જે સ્વેટર/જેકેટ માર્કેટમાં રૂ. ૩૦૦, ૪૦૦ હોય તે જ શાળાઓના કમીશનને લીધે રૂ. ૧૦૦૦ કરતા પણ મોંઘા પોતે નક્કી કરેલી એજન્સી પાસે મળતા હોય છે. આ સ્વેટર તથા જેકેટનો હેતુ અને કવોલિટી બાળકોને ઠંડીથી રક્ષણ મેળવવા કરતા શાળાઓને કમીશનરૂપી રોકડી કરાવવાનો વધુ હોય છે.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈપણ શાળા કોઈ વિદ્યાર્થીને ચોક્કસ કલર કે ચોક્કસ એજન્સી પાસેથી સ્વેટર તથા જેકેટ લેવાનો આગ્રહ નહી રાખી શકે તે અંગેનો લેખિત પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલ છે છતાં પણ ઘણી શાળા હજુ પણ ચોક્કસ એજન્સી પાસેથી લેવાનો આગ્રહ રાખે છે તેવો ગણગણાટ વાલીઓમાં જોવા મળી રહ્યો છે.
જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની ટીમ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવે છે કે કોઈ શાળા આવો આગ્રહ રાખતી હોય તો વિદ્યાર્થીઓના હિતમાં કોઈપણ શાળા સામે યુવક કોેંંગ્રેસ અને એનએસયુઆઈની જામનગર ટીમ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. જે માટે હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial