Advertisement
Author: નોબત સમાચાર

એક તરફ સરકાર દ્વારા આધારને રેશનકાર્ડ સાથે લીંક કરવાની સૂચનાઃ સલાયામાં આધાર કેન્દ્ર જ બંધ

આધારકાર્ડના વિકાસનો રકાસ!

સલાયા તા. ૨૬ઃ સલાયામાં હાલ એકપણ આધાર કેન્દ્ર ચાલુ નથી. નગર પાલિકામાં એક આધાર કીટ ધીમી ધીમી ચાલતી હતી જે પણ ઘણા દિવસોથી બંધ છે. હાલ સલાયાના લોકોને આધારકાર્ડમાં કોઈ સુધારો કે મોબાઈલ નંબર અપડેટ કરવા હોય તો ખંભાળિયા ધક્કા થાય છે. ત્યાં પણ વધુ પડતા લોકો આવતા હોઈ વારો આવતો નથી અને આખો દિવસ સલાયાના લોકોનો બગડે છે જેમાં બહેનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

સરકાર દ્વારા હાલ રેશન કાર્ડમાં કેવાયસી ચાલુ હોઈ આધારમાં સુધારા કરવા ખાસ જરૂરી બન્યા છે. ત્યારે જ સલાયાની આધાર કીટ બંધ હોઈ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સલાયાના સામાજિક આગેવાનો તેમજ અન્ય આગેવાનો દ્વારા કલેકટરને લેખિત રજૂઆતો કરી છે. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ડો. કે.જે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક આપના હોદ્દેદારો તેમજ આગેવાનોને સાથે રાખી આધાર કીટની સ્મશાન યાત્રા ખંભાળિયામાં કાઢી અલગ રીતે વિરોધ નોંધાવ્યો હતો. મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

આમ હાલ તુરંત સલાયાની પ્રજાને રાહત આપવા આધાર કીટ ફાળવી આધાર કેન્દ્ર ચાલુ કરવા લોકમાગણી ઉઠી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh