Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધતા જતા ગુન્હાનું પ્રમાણ ઘટાડવા
જામનગર તા. ૨૬ઃ રાજ્યમાં વધતા જતા ગુન્હાનું પ્રમાણ અંકુશમાં લેવા ગૃહમંત્રીએ ક્રાઈમ કોન્ફરન્સ યોજ્યા પછી જામનગરમાં પણ ગુન્હાખોરીના પ્રમાણને કાબુમાં રાખવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. સલામત અને શાંત ગણાતા ગુજરાતમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. આથી ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક બોલાવી હતી જેમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતાં. જામનગરમાં પણ આવી જ સ્થિતિ છે. જામનગર શહેર-જિલ્લામાં દિવસે દિવસે વાહન ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, જુગાર, દારૂ, વ્યાજંકવાદીના ત્રાસ જેવા ભારે ગુન્હાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આથી આવા ગુન્હા પ્રમાણને અંકુશમાં રાખવા ગઈકાલે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહે તેવી કામગીરી કરવા જરૂરી સૂચના આપી હતી. હવે જોવાનું એ રહે છે કે એસપીની સૂચના પછી જામનગરમાં ગુન્હેગારો કાબુમાં રહે છે કે પછી આ બેઠક માત્ર રૂટીન બની રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial