Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધર્સ ફાઉન્ડેશનની કલેકટરને રજૂઆત
જામનગર તા. ૨૬ઃ જામનગર જિલ્લામાં ગામડામાં મકાન બનાવીને વસવાટ કરતાં લોકોને ઘર રેગ્યુલાઈઝ કરી આપવા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મધર્સ ફાઉન્ડેશન દ્વારા જામનગર જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, ગામડામાં ખાલી જગ્યામાં અથવા ગૌચરની જમીનમાં લોકો રહેઠાંણ બનાવી વસવાટ કરતાં હોય છે. તેવો કાયદાથી અજાણ હોવાથી આવા મકાનો બનાવી લીધા હોય છે. સરકારી વિધિ પૂર્ણ કરીને જમીન મેળવવાનું તેમને જ્ઞાન હોતુ નથી. અને તેટલો ખર્ચ કરી શકે તેમ સક્ષમ પણ હોતા નથી. આથી મધર્સ ફાઉન્ડેશન ગરીબોને મદદ માટે નિઃશુલ્ક દરે તેમને સેવા આપે છે. આથી ગામડાનાં લોકોની મદદ માટે સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો અંબાણી-અદાણીને એક રૂપિયાનાં ટોકન ભાડે જમીન આપવામાં આવતી હોય તો ગામડાંના ગરીબોને કેમ નહીં?
ગામડાનાં ગરીબોનાં મકાન માટે ૩૬૦ અરજી જિલ્લા કલેકટર સમક્ષ કરી છે. દિવસે દિવસે જમીનનાં લેન્ડ ગ્રેબીંગ જેવા કાયદા અમલમાં આવતા રહે છે. જેનાથી ગામડાનાં લોકો સુરક્ષીત નથી.
આ અગાઉ પણ મધર્સ ફાઉન્ડેશન દ્વારા જામનગર જિલ્લાનાં લોઠીયા, ચંદ્રગઢ, ધુડશીયા અને રસુલનગરનાં ૫૨૧ અરજી ગત તા. ૭-૩-૨૪ નાં આપવામાં આવી હતી. જેનો આજ સુધી નિકાલ થયો નથી.
શું કલેકટર પાસે ગરીબો માટે સમય નથી ? જો કોઈ મલ્ટીનેશનલ કંપનીએ જમીન માંગી હોય તો ૧ થી ૨ માસમાં આપી દેવામાં આવે છે. આથી સત્વરે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial