Advertisement
Author: નોબત સમાચાર

હરસ, મસા, ભગંદર રોગ માટે વિનામૂલ્યે ચિકિત્સા સેવા કેમ્પ

જામનગર તા. ૨૬ઃ જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા તા.૧-૧૨-૨૪ના સવારે ૧૧ઃ૩૦ વાગ્યે ચિકિત્સા મંડળ કાર્યાલય, કે.ડી કોમ્પલેક્ષ, પાંચમા માળે, શ્રીનાથ ટ્રાવેલ્સ ઉપર હરસ, મસા, ભગંદર જેવા મળમાર્ગમાં થતા રોગો અંગે વિનામૂલ્યે ચિકિત્સા સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે.

હરસ, મસા અને ભગંદર રોગો અતિ પીડા આપનાર રોગો છે. આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને આ રોગોને કાબુમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધી ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે.

જે રોગીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓને સમય પહેલા રવિવારે સવારે ૧૧ઃ૧૫ વાગ્યે કાર્યાલયમાં હાજર થવા અને વધુ માહિતી માટે સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળના સેક્રેટરી મોતીલાલ દાસવાણી મો.૯૪૨૭૫ ૭૪૪૪૧નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh