Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધુંવાવ પાસે ભૂગર્ભ ગટરની કામગીરીને અનુસંધાને એક તરફનો માર્ગ એક માસ માટે બંધ રહેશે

મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જામનગર તા. ૨૬,   જામનગર રાજકોટ માર્ગે ધુંવાવ પાસે ભૂગર્ભ ગટર  ની કામગીરી અન્વયે એક તરફ નો માર્ગ બંધ કરવા કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જામનગર મહાનગર-પાલિકાના કમિશનર ડી. એન. મોદી  એ   બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂૂએ  જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં  જામનગર મહાનગર પાલિકાની હદ માં ધુંવાવ ગામ પાસે જામનગર રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરથી ભારત સરકારના મીનીસ્ટરી ઓફ પોર્ટસ, શીપીંગ એન્ડ વોટરવેલ્સના માસ્ટર કન્ટ્રોલ સ્ટેશનના ગેટ સુધી રાજકોટથી જામનગર આવતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૭-૧૧-૨૦૨૪ થી તા.૨૬-૧૨-૨૦૨૪ (૧ માસ) સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા આદેશ કર્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

ધુંવાવ ગામ પાસે જામનગર રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરથી ભારત સરકારના મીનીસ્ટરી ઓફ પોર્ટસ, શીપીંગ એન્ડ વોટરવેલ્સના માસ્ટર કન્ટ્રોલ સ્ટેશનના ગેટ સુધી રાજકોટથી જામનગર આવતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ધંુવાવ ગામ પાસે જામનગર રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂર્ણશ્વર મહાદેવ મંદિર થી ભારત સરકારના મીનીસ્ટરી ઓફ પોર્ટસ, શીપીંગ એન્ડ વોટરવેલ્સના માસ્ટર કન્ટ્રોલ સ્ટેશનના ગેટ સુધી રાજકોટથી જામનગર આવતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની ઉત્તર દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh